Ankleshvar: અંકલેશ્વરથી સુરતને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. હાંસોટ તાલુકાના શેરા ગામ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતાં તેને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. જો કે તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ભાવનગરના ત્રણ યુવાનો વહેલી સવારે કારમાં સુરત જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કાર ચલાવતા ડ્રાઇવરને ઝોકું આવી જવાના લીધે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે.
ઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વહેલી સવારે કારના ચાલકના કારણે આ અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કારમાં મુસાફરી કરી રહેલા ત્રણેય લોકોના મોત થયા છે અને આ ત્રણેય યુવકો 22-25 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની માહિતી મળતા જ મૃતકના પરિવારજનો ભાવનગરથી ભરૂચ જવા રવાના થયા હતા. ત્રણ પૈકી એક યુવકની સગાઈ થઈ હોવાનું પણ બહાર આવ્યું છે.
આ પણ વાંચો: રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં 6ના મોત અને 30ને ઇજા
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવાના ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં ૯૦ માનવ જીવન બચાવવામાં સફળતા
આ પણ વાંચો: દેહરાદૂનમાં હાઇ સ્પીડ કાર અકસ્માતમાં 3 યુવતીઓ સહિત 6નાં મોત
