Mahesana: મહેસાણા જિલ્લામાં આયુષ્માન કાર્ડને લઈને ચાલી રહેલા કૌભાંડ પર વહીવટીતંત્ર ઢાંકપિછોડો કરી રહ્યું છે. સરકારી યોજનાઓનો લાભ મેળવી ગેરરીતિ આચરવા બદલ મહેસાણા જિલ્લાની 20 કથિત કૌભાંડી હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હોવાની અફવા વચ્ચે જિલ્લા આરોગ્ય વહીવટી તંત્ર આવી હોસ્પિટલોના નામ જાહેર કરવાના મુદ્દે શંકાસ્પદ મૌન સેવી રહ્યું છે.
દરમિયાન જિલ્લામાં સરકારી યોજનાઓ દ્વારા સારવારના નામે મોટા મોટા કૌભાંડો આચરવામાં આવતા હોવાના ખળભળાટ વચ્ચે વહીવટીતંત્ર માત્ર નોટિસ આપીને જ સંતોષ માની લેતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહેસાણા જિલ્લાના સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અનેક હોસ્પિટલો દ્વારા વહીવટી તંત્રની પરવાનગી વગર કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.
અગાઉ એવું સામે આવ્યું હતું કે આયુષ્માન કાર્ડ ધરાવતા લોકોની સારવારના નામે પણ ગેરરીતિ આચરવામાં આવી હતી, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તે હોસ્પિટલોને નોટિસ પણ આપવામાં આવી હતી. જેમાં સતલાસણાની એક હોસ્પિટલમાં સરકારી યોજના હેઠળ રૂ.15 હજારનું કૌભાંડ આચરીને નિયમ મુજબ રૂ.75 હજાર વસૂલવામાં આવ્યા હતા.
જિલ્લાના વિસનગરની એક જાણીતી હોસ્પિટલમાં સરકારી યોજનાનો લાભ લઈને બાળકોને 7 દિવસમાં સારવાર માટે રજા આપી દેવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં ટ્રસ્ટો કે રાજકીય આગેવાનોના આશીર્વાદથી ચાલતી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ દ્વારા સારવારમાં મોટા કૌભાંડની બૂમો વચ્ચે વહીવટીતંત્રે પણ નોટિસ ફટકારી છે.
બ્લેક લિસ્ટની ચર્ચા વચ્ચે મહેસાણા આરોગ્ય શાખાના બાબુઓ જિલ્લાની કઇ હોસ્પિટલોને બ્લેક લિસ્ટ કરવામાં આવી રહી છે તેની યાદી જાહેર કરવામાં ખચકાય છે. ત્યારે જિલ્લામાં કૌભાંડો ચાલતી હોસ્પિટલો અંગે પૂછતાં મહેસાણા જિલ્લા આરોગ્ય શાખાના બાબુઓ મૌન બની ગયા હતા. અને શિક્ષાત્મક કાર્યવાહીની પ્રક્રિયા લાંબી હોય અને નામ જાહેર ન કરવાનું કારણ આપવામાં આવે તો રાજકીય મુદ્દાઓ ઉભા થાય અને નામ જાહેર ન કરવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ફોન પણ કાપી નાંખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ભ્રષ્ટાચાર/ રાજકોટમાં 9000 નકલી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ હાથ લાગ્યું
આ પણ વાંચો: મા કાર્ડના શંકાસ્પદ કેસોમાં ગુજરાત પ્રથમ, રાજ્યમાં 1.36 લાખ મા કાર્ડમાં થયું ફ્રોડ
આ પણ વાંચો: આયુષ્યમાન યોજનાની ‘તબિયત’ બગડતી અટકાવવા ગુજરાત સરકાર ‘ડોક્ટર’ બની
