Corona Update/ દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો, નવા 15 હજાર કોરોનાનાં કેસ,17 હજાર દર્દી સાજા થયા

દેશમાં એક તરફ જ્યાં કોરોના મહામારીની વિરુદ્ધ રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ કોરોના સંક્રમણના કેસમાં હવે દેશમાં ધીમેધીમે ઘટાડો થતો જોવા

Top Stories India
1

દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો
દેશમાં નવા 15 હજાર કોરોનાનાં કેસ
24 કલાકમાં 17 હજાર દર્દી સાજા થયા
દેશમાં હાલ 2.05 લાખ એકટિવ કેસ
દેશમાં કુલ કેસનો આંક 1.05 કરોડ પર

દેશમાં એક તરફ જ્યાં કોરોના મહામારીની વિરુદ્ધ રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ કોરોના સંક્રમણના કેસમાં હવે દેશમાં ધીમેધીમે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં દેશભરમાં 15,158 નવા કેસ નોંધાયા છે24 કલાકમાં 17 હજાર દર્દી સાજા થયા જ્યારે 175 લોકોના મોત થયા છે.તેમજ કોરોના ની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની ટકાવારી 96.56 ટકા પર પહોંચી ગઈ છે.

Coronavirus India update in Hindi: Latest news dashboard on Corona from  India and World

કૃષિ આંદોલન / પ્રિયંકા ગાંધીએ પ્રદર્શનકારી કોંગ્રેસ સાંસદોને ઘરે મોકલ્યા આ…

કોરોના મહામારીના કારણે થતાં મોતનો આંકડો ધીમેધીમે ઘટી રહ્યો છે. છેલ્લા બાવીસ દિવસમાં કોરોના ના કારણે થતા મૃત્યુની સરેરાશ 300 થી નીચે જોવા મળી છે. તેની સાથે જ દેશમાં હજુ પણ સંક્રમિતનો આંકડો 1 કરોડ 5 લાખ 42 હજારને પાર થઇ ચૂક્યો છે, જ્યારે 1,52,093 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. તેની સાથે દેશમાં સાજા થયેલ દર્દીઓની સંખ્યા 1,79,000 થી પણ વધારે થઈ ચૂકી છે. હાલ દેશમાં સક્રિય કેસો 2,50,000 રહી ગયા છે જે કુલ સંક્રમિતોના માત્ર 2 ટકા છે.

Weekly Update: Global Coronavirus Impact and Implications

Covid-19 / વિશ્વમાં કુલ કેસનો આંક 9.49 કરોડને પાર, છેલ્લાં 24 કલાકમાં 7…

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં નોંધવામાં આવેલા કોરોનાવાયરસ ના નવા સ્વરૂપથી દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 116 થઈ ગઈ છે, એક દિવસ પહેલા આ સંખ્યા 114 પર હતી. તમામ સંક્રમિત અને તેમના રાજ્યોમાં બનાવવામાં આવેલા વિશેષ કોરોના કેર કેન્દ્રમાં અલગ અલગ રૂમમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.

Budget / 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ, શું હશે આ વખતે રેલવે બજ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…