This is not fair/ ભારતની પ્રગતિ દર્શાવવા માટે સ્પેનિશ અખબારમાં બનાવેલા કાર્ટૂને લઇને વિવાદ

સ્પેનિશ સાપ્તાહિક અખબાર લા વેનગાર્ડિયાએ ભારતની વધતી અર્થવ્યવસ્થા વિશે પહેલા પૃષ્ઠ પર સમાચાર પ્રકાશિત કર્યા હતા

Top Stories India
6 18 ભારતની પ્રગતિ દર્શાવવા માટે સ્પેનિશ અખબારમાં બનાવેલા કાર્ટૂને લઇને વિવાદ

ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સ્પેનના એક અખબારમાં પ્રકાશિત થયેલા લેખને લઈને વિવાદ થયો છે. વાસ્તવમાં, સ્પેનિશ સાપ્તાહિક અખબાર લા વેનગાર્ડિયાએ ભારતની વધતી અર્થવ્યવસ્થા વિશે પહેલા પૃષ્ઠ પર સમાચાર પ્રકાશિત કર્યા હતા, જેમાં ભારતના આર્થિક વિકાસને સાપના ટોપલા દ્વારા દર્શાવવામાં આવ્યો છે. અખબારના પાના પર છપાયેલ સપેરાની ટોપલીમાંથી ગ્રાફ પર સાપને ઉપર આવતો દર્શાવવામાં આવ્યો છે, જેનો ઉપયોગ અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દર્શાવવા માટે કરવામાં આવ્યો છે.

આ લેખ 9 ઓક્ટોબરે સ્પેનિશ અખબારમાં પ્રકાશિત થયો હતો, જેના પર બીજેપી સાંસદ સહિત મોટી સંખ્યામાં લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. લેખનું મથાળું  હતું, ‘The hour of the Indian economy’ એટલે કે ‘ભારતીય અર્થતંત્રનો સમય’.

ઝેરોધાના સીઈઓ નીતિન કામતે પણ સ્પેનિશ પ્રકાશનની ટીકા કરી હતી. કામતે ટ્વીટ કર્યું કે આ સારી વાત છે કે દુનિયા ભારતીય અર્થવ્યવસ્થા પર ધ્યાન આપી રહી છે, પરંતુ સાપના કાર્ટૂન દ્વારા ભારતને બતાવવાનું અપમાનજનક છે.