Not Set/ 30’ડિસેમ્બરે મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ, અજિત પવાર બની શકે છે ‘ડેપ્યુટી સીએમ’

30 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ થશે. એનસીપીના અજિત પવારને કેબિનેટ વિસ્તરણ દરમિયાન ઉદ્ધવ સરકારમાં ડેપ્યુટી સીએમ જાહેર કરવામાં આવે તેવો અંદેશો લગાવવામાં આવી રહ્યો છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપીના અજિત પવાર નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે તે પાકુ માનવામાં આવી રહ્યું છે.  ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અજિત પવારે મહારાષ્ટ્રના […]

Top Stories India
maharashtra aghadi 30'ડિસેમ્બરે મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ, અજિત પવાર બની શકે છે 'ડેપ્યુટી સીએમ'

30 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ થશે. એનસીપીના અજિત પવારને કેબિનેટ વિસ્તરણ દરમિયાન ઉદ્ધવ સરકારમાં ડેપ્યુટી સીએમ જાહેર કરવામાં આવે તેવો અંદેશો લગાવવામાં આવી રહ્યો છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપીના અજિત પવાર નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે તે પાકુ માનવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ છેલ્લી વખત જ્યારે તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકેની સેવા આપી હતી, તે ફક્ત થોડા કલાકો માટે જ હતી. તેમણે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોના થોડા દિવસ પછી દેવેન્દ્ર ફડણવીસ સાથે હાથ મિલાવ્યા હતો. તે પછી એક દિવસ પછી અજિત પવારે રાજ્યપાલ કોશિયારીને રાજીનામું સુપરત કર્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે પણ અજિત પવારના ગયા પછી તરત જ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે હવે તેઓ વિપક્ષી નેતા બની મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરશે.

મહારાષ્ટ્રમાં આવા વિભાગોનું વિતરણ

મહારાષ્ટ્રની શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારોમાં વિભાગો વહેંચાઈ ચૂક્યા છે. કોંગ્રેસને મહારાષ્ટ્ર સરકારમાં મહેસૂલ, ઉર્જા, શિક્ષણ, પીડબ્લ્યુડી, કાપડ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મળ્યા. શિવસેનાને સરકારમાં ગૃહ, શહેરી વિકાસ મંત્રાલય મળ્યું છે. તે જ સમયે, એનસીપીને મહારાષ્ટ્ર સરકારમાં નાણાં, આવાસ, જાહેર આરોગ્ય, સહકારી મંત્રાલય મળ્યું છે. બાલાસાહેબ થોરાટને કોંગ્રેસ તરફથી મહેસૂલ વિભાગ, શાળા શિક્ષણ વગેરે મળ્યા છે. એનસીપીના જયંત પાટિલને નાણાં અને આયોજન, આવાસ, ખાદ્ય પુરવઠા અને મજૂર વિભાગ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત શિવસેના તરફથી પ્રધાન એકનાથ શિંદેને ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે. શિંદેને શહેરી વિકાસ, પર્યાવરણ, પીડબ્લ્યુડી, પર્યટન અને સંસદીય બાબતો પણ મળી છે. તે જ સમયે, એનસીપીના નેતા છગન ભુજબલને ગ્રામીણ વિકાસ, સામાજિક ન્યાય, જળ સંસાધન વગેરે વિભાગો મળી ગયા છે.

અજિત પવારના ડેપ્યુટી સીએમ બનવાના પ્રશ્ને શરદ પવાર હતા મૌન

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના ગઠબંધનમાં આગામી નાયબ મુખ્યમંત્રી બનશે કે કેમ તેવા પ્રશ્નના મુદ્દે પોતાનો પક્ષ મૂકવાનો ઇનકાર કર્યો હતો. શરદ પવારે આશરે એક મહિના પહેલા એક માધ્યમ પર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “ત્રણ સભ્યોની ગઠબંધન સરકાર મામલે હાલ તે, અજિત પવારની મહારાષ્ટ્ર વિકાસ આગાદીમાં સંભવિત ભૂમિકા પર પૂછેલા પ્રશ્નોના જવાબ આપી શકશે નહીં.” તેમણે કહ્યું હતું કે આ નિર્ણય એક વ્યક્તિ લેશે નહીં, પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સલાહ લીધા બાદ નિર્ણય લેવામાં આવશે. શરદ પવારે વધુમાં કહ્યું હતું કે એનસીપીમાં ખાસ કરીને ધારાસભ્ય પક્ષના સીનિયર સભ્યોનો અજિત સાથે જોડાણ છે. ભાજપ સાથે હાથ મિલાવવાના અજિતના નિર્ણયથી એનસીપીના ધારાસભ્યો ખુશ નહોતા પણ અજિતને એનસીપીના ધારાસભ્યો પ્રત્યે સંપૂર્ણ માન છે.

અજિત કેમ નારાજ હતા

અજિત પવારે ભાજપ સાથે હાથ મિલાવવાની વાત અંગે પવારે કહ્યું હતું કે, જ્યાપે આમે ચર્ચામાંથી પાછા ફર્યા ત્યારે તેઓ કોંગ્રેસ અને અમારી વચ્ચેની વાટાઘાટોથી બહુ ખુશ નહોતા. તે સંપૂર્ણ રીતે નાખુશ હતા. તે સંજોગોમાં તેણે આવો નિર્ણય લીધો હતો. પવારે કહ્યું હતું, પરંતુ તેમને સમજાયું કે આ સાચો નિર્ણય નથી અને તેથી બીજા દિવસે સવારે તેઓ પાછા આવ્યા હતા. શરદ પવારે કહ્યું હતું કે તેમના ભત્રીજાને એનસીપીમાં સારી પકડ છે, પરંતુ મહારાષ્ટ્રની નવી સરકારમાં તેમના ભત્રીજાને નાયબ મુખ્યમંત્રી પદ મળશે કે કેમ તે કહેવાની ના પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.