Not Set/ PM મોદીને મુસ્લિમ મહિલાઓના આશીર્વાદ તો BJP હિજાબ પહેરવાનો અધિકાર કેમ છીનવી રહી છે?

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે

Top Stories India
9 13 PM મોદીને મુસ્લિમ મહિલાઓના આશીર્વાદ તો BJP હિજાબ પહેરવાનો અધિકાર કેમ છીનવી રહી છે?

દેશમાં હિજાબને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. હિજાબ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઓવૈસીએ  કહ્યું કે પીએમ મોદી કહે છે કે મુસ્લિમ મહિલાઓ તેમને આશીર્વાદ આપે છે, તો પછી ભાજપ મુસ્લિમ છોકરીઓનો હિજાબ પહેરવાનો અધિકાર કેમ છીનવી રહી છે?

ઓવૈસીએ કહ્યું, હિજાબ પહેરવો એ અમારો બંધારણીય અધિકાર છે. તમે ભગવી શાલ પહેરો છો, કોણ રોકે છે?” તેમણે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું. ઓવૈસીએ કહ્યું કે અખિલેશ હિજાબ પર બોલતા ડરે છે. તેમને મુસ્લિમોની પરવા નથી.

ઓવૈસીએ વધુમાં કહ્યું કે, “અખિલેશ મુસ્લિમોના વોટ ઈચ્છે છે, પરંતુ તેમના માટે કંઈ કરતા નથી. અખિલેશ તેને મુસ્લિમ કહેતા કેમ ડરે છે? તેમણે આ વિધાનસભા ચૂંટણીમાં ઘણા મુસ્લિમ નેતાઓની ટિકિટ કાપી હતી.” સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના વડા ઓમપ્રકાશ રાજભર વિશે, ઓવૈસીએ કહ્યું કે અમે તેમની સામે પણ ઉમેદવાર આપ્યો છે, કારણ કે અમને તેમના પ્રત્યે પ્રેમ છે.યુપી ચૂંટણીમાં AIMIMની જીત અંગે તેમણે કહ્યું કે અમે મજબૂતીથી લડી રહ્યા છીએ અને પરિણામો સારા આવશે. હું યુપીથી જવાનો નથી. અમે ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ પ્રચાર કરીશું.