Politics/ ગિરિરાજ સિંહનો રાહુલ પર કટાક્ષ – તેની પાસે ત્યારે પણ મગજનો અભાવ હતો અને…

કોરોના વાયરસની બીજી લહેર દરમ્યાન, ઓક્સિજનનો અભાવ એક મોટી સમસ્યા બની હતી. ઓક્સિજનનાં અભાવનાં કારણે દર્દીઓને હોસ્પિટલોમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો

India
ઓક્સિજન

કોરોના વાયરસની બીજી લહેર દરમ્યાન, ઓક્સિજનનો અભાવ એક મોટી સમસ્યા બની હતી. ઓક્સિજનનાં અભાવનાં કારણે દર્દીઓને હોસ્પિટલોમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેના કારણે દેશનાં કેટલાક ભાગોમાં દર્દીઓનાં મોત પણ થયા હતા. આ બાબત ત્યારે ઉઠી જ્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ભારતી પ્રવીણ પવારે મંગળવારે ઉચ્ચ ગૃહમાં ઉલ્લેખ કર્યો છે કે, દેશમાં રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોએ વિશેષરૂપથી ઓક્સિજનની અછતનાં કારણથી કોઇપણ કોરોના દર્દીની મોતની જાણકારી આપી નથી.

આવિષ્કાર / ઘોઘાવદરના ઇલેક્ટ્રિક એન્જિનિયર યુવાને બેટરી સંચાલિત બાઈક બનાવ્યું ,100કિલોની ક્ષમતા- 35 કિ.મી.ની સ્પીડ 

કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન રાજ્યસભામાં ઉઠાવવામાં આવેલા એક સવાલ પછી આવ્યું છે, જેમાં ઓક્સિજનનાં અભાવથી કથિત મૃત્યુની સંખ્યા વિશે જણાવવામાં આવ્યું હતું. મંગળવારે મોડી સાંજે આ ટિપ્પણીનો જવાબ આપતા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારને ટેગ કરતા  હિન્દીમાં ટ્વીટ કર્યુ છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘આ ફક્ત ઓક્સિજનનો અભાવ જ નહોતો. તે સમયે સંવેદનશીલતા અને સત્યનો પણ તીવ્ર અભાવ હતો – ત્યારે પણ હતી અને આજે પણ છે.’

Technology / WhatsAppમાં આવી ગયુ જબરું ફિચર, હવે એકસાથે ચાર મોબાઇલમાં ચલાવી શકાશે એક જ વૉટ્સએપ, નેટ વિના પણ કરશે કામ

આ ટ્વીટ પર કેન્દ્રીય મંત્રી અને ભાજપનાં ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજસિંહે પ્રતિક્રિયા આપી છે અને ઇટાલિયન ભાષામાં ટ્વીટ કર્યું છે. તેણે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, ‘હું આ રાજકુમાર વિશે કહીશ: તેની પાસે ત્યારે પણ મગજનો અભાવ હતો, હવે તે તેને યાદ કરે છે અને તે તેને હંમેશા માટે યાદ કરશે. આ યાદી રાજ્યો દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તમે તમારી પાર્ટી દ્વારા શાસિત રાજ્યોને સંશોધિત યાદીઓ જમા કરવા માટે કહી શકો છે. ત્યા સુધી જુઠ્ઠુ બોલવાનું બંધ કરો.’ જણાવી દઇએ કે, કોંગ્રેસે મંગળવારે આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પંવાર પર “કોવિડ રોગચાળાની બીજી લહેર દરમ્યાન ઓક્સિજનનાં અભાવે કોઈનું મોત ન થયું હોવાની ખોટી માહિતી આપીને સંસદને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.” કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે તેઓ મંત્રી વિરુદ્ધ વિશેષાધિકાર નોટિસ લાવશે કારણ કે તેમણે ગૃહને “ગેરમાર્ગે દોર્યું છે”.