આવિષ્કાર / ઘોઘાવદરના ઇલેક્ટ્રિક એન્જિનિયર યુવાને બેટરી સંચાલિત બાઈક બનાવ્યું ,100કિલોની ક્ષમતા- 35 કિ.મી.ની સ્પીડ 

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતાનટવરભાઇ બિપીનભાઇ ડોબરીયાઓટોમોબાઈલ એન્જિનિયરનો સરકારી એન્જિનિયરિંગ કોલજ- રાજકોટ ખાતે અભ્યાસ કરી ચુક્યા છે પેટ્રોલના વધતા

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતાનટવરભાઇ બિપીનભાઇ ડોબરીયાઓટોમોબાઈલ એન્જિનિયરનો સરકારી એન્જિનિયરિંગ કોલજ- રાજકોટ ખાતે અભ્યાસ કરી ચુક્યા છે પેટ્રોલના વધતા ભાવ અને પર્યાવરણમાં થતી ખરાબ અસરોને ધ્યાનમા રાખીને એન્જિનિયરિંગના ફાઇનલ પ્રોજેક્ટ તરિકે ઇલેક્ટ્રિક મોટરસાયકલ બનાવાવનો નિર્ણય લીધો હતો. આ બાઇક 100 કિલોની ક્ષમતા સાથે 35 કિમી કલાક ની સ્પીડ સાતે ચાલે છે. બાઇક બનાવા મેટ 250 વોટની મોટર અને 48 વોલ્ટની બેટરીનો ઉપયોગ કર્યો છે.

ડિઝાઇન તૈયાર કરીને બાઇક બનાવામા લગભાગ 2 મહીનાનો સમય લગ્યો હતો. લીડ – એસિડ બેટરીની જગ્યાએ આ બાઇકમાં લિથિયમ-આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બેટરી સંપૂર્ણ ચાર્જ થવા માટે 3 કલાકનો સમય લે છે . જો કે એસિડ બેટરી સંપૂર્ણ ચાર્જ કરવામાં 8 કલાકનો સમય લે છે. અને પૂર્ણ ચાર્જ સાથે ઇલેક્ટ્રિક બાઇક 50 કિ.મી. સુધી જઈ શકે છે.

ઇલેક્ટ્રિક બાઇક બનાવા માટે કુલ 40,000/- ખર્ચ કર્યો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પરંતુ હાલ મોટી કંપનીના ઇલેક્ટ્રિક વાહનો ની કિંમત ખૂબ ઊંચી હોય લોકોને પરવડી રહ્યાં નથી ત્યારે ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામના યુવાને ઈલેક્ટ્રીક બાઈક બનાવી એક નવી રાહ દેખાડી છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment