paper leak/ રાજકોટ બાદ હવે વલસાડના પારડીમાં ફૂટ્યું, ફરિયાદ થતા તંત્ર થયું દોડતું

વિદ્યાર્થી પાસેથી OMR સ્લીપ મેળવ્યા બાદ શાળાના સુપરવાઈઝરે શાળાના આચાર્યને જાણ કરી હતી. આ પછી પ્રિન્સિપાલે જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરી અને શિક્ષણ…

Top Stories Gujarat Rajkot
Valsad Paper Leak

Valsad Paper Leak: રાજ્યમાં ફરી એકવાર પેપર લીક થતા તંત્ર દોડતું થઈ ગયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની BBA અને B.COMની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હવે વલસાડ જિલ્લામાં પણ પેપર લીક થયાના સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડમાં ધોરણ 12નું કેમિસ્ટ્રીનું પેપર લીક થયાના અહેવાલો સામે આવ્યા છે. અગાઉ રાજ્યમાં સરકારી ભરતીનું પેપર લીક કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાતમાં લગભગ દરેક સરકારી ભરતીમાં કૌભાંડના કિસ્સા સામે આવ્યા છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.COMના પેપર લીક થયા હતા. ત્યારે ગત દિવસે વલસાડ જિલ્લાની પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત DCO પબ્લિક સ્કૂલમાં ત્રિમાસિક પરીક્ષાનું ધોરણ 12નું કેમિસ્ટ્રીનું પેપર લીક થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ પેપરમાં વિદ્યાર્થીની આન્સર સ્લિપ મળી આવતાં પેપર લીકનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

વિદ્યાર્થી પાસેથી OMR સ્લીપ મેળવ્યા બાદ શાળાના સુપરવાઈઝરે શાળાના આચાર્યને જાણ કરી હતી. આ પછી પ્રિન્સિપાલે જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરી અને શિક્ષણ નિરીક્ષક શાળાએ પહોંચ્યા. હાલમાં, આ સ્લિપમાં તેમના દ્વારા આપવામાં આવેલા પ્રશ્નપત્ર અને જવાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. પેપર લીક અંગેની વધુ વિગતો સ્લિપ અને મળેલા પેપરની ચકાસણી બાદ બહાર આવશે. શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ કોઈપણ વિદ્યાર્થીને અન્યાય ન થાય અને સંપૂર્ણ માહિતી સામે આવે તે માટે તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક પણ પેપર કવર સીલ તૂટ્યું નથી. આ કેસમાં પેપર કોણે અને ક્યાંથી ફોડ્યું તે રહસ્ય હજુ સુધી અકબંધ છે. આશંકા છે કે યુનિવર્સિટીમાંથી પેપર લીક થયું છે કે ઓફસેટ થયું છે. હાલ આ પેપર લીક કેસમાં FSLની પણ મદદ લેવામાં આવી છે.

આ પણ વાંચો: biden / પરમાણુ શસ્ત્રો ધરાવતું પાકિસ્તાન વિશ્વ માટે ભયજનકઃ બાઇડેન