Bhavnagar News:ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના તરસમિયા ગામના રહેવાસી સુરેશ ડાભીની મોડી રાત્રે ચાર લોકોએ છરીના ઘા મારીને હત્યા (Murder) કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, તરસમિયા ખારસી રોડ પર પીરની દરગાહ પાસે ચાર વ્યક્તિઓએ તેના પર છરીઓથી હુમલો કર્યો હતો.ઘટનાના સમાચાર મળતાં, મૃતકના સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતા. ભરતનગર પોલીસ સ્ટેશનના PI કુરેશી સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ શરૂ કરવામાં આવી છે, અને ફરિયાદ નોંધવામાં આવી છે.
ચાર લોકો મળીને કરી સુરેશ ડાભીની હત્યા (Murder)
અહેવાલો અનુસાર, મૃતક સુરેશ ડાભીનો પરિવાર સુરતમાં રહેતો હતો, પરંતુ તે તેની પત્ની, એક પુત્રી અને બે પુત્રો સાથે રામજી મંદિર પાસે ભાવનગરના તરસમીયામાં રહેતો હતો.સુરેશ ડાભી ઘણા સમયથી ભાવનગર (Bhavnagar) માં રહેતો હતો અને તરસમિયા ગામમાં કપડાની દુકાનમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. 3 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે, કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેની હત્યા (Murder) કરી હતી. આ ઘટનામાં ત્રણ બાળકો પિતા વિહોણા થઈ ગયા છે.

આ ઘટના અંગે, મૃતકના ભાઈ નરેશ ડાભીએ જણાવ્યું હતું કે, “હું મારી પુત્રી સાથે ટુ-વ્હીલર પર પીર દાદા પાસે જઈ રહ્યો હતો. પાછળથી, મેં જોયું કે ચાર લોકોએ મારા ભાઈને છરી મારી હતી, તે ચાર લોકો આવ્યા હતા, અને તેઓ ત્યાંથી હુમલો કરી ચાલ્યા ગયા હતા.”
આ પહેલા ભાવનગર (Bhavnagar) માં માતા અને સગા ભાઈએ બહેનની હત્યા કરી હતી.ત્યાર બાદ ઘરના આંગણે હત્યા (Murder) કરી મૃતદેહ ચેકડેમમાં ફેંકી દીધો હતો. ભોખડા ગામે માતાપુત્રએ આ હત્યાને અંજામ આપ્યો હતો.જો કે વરતેજ પોલીસે માતાપુત્રની તરત જ ધરપકડ કરી હતી. યુવતીની હત્યા (Murder) માતા દયાબેન અને ભાઈ પ્રકાશે અત્યંત ક્રૂરતાથી કરી હતી. પિતા હિંમતભાઈએ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વરતેજ પોલીસે માતાપુત્રને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જાણકારી અનુસાર મૃતક યુવતી અન્ય ઇસમ સાથે વાત કરતી હતી.
આ જ કારણસર કુટુંબમાં ભારે નારાજગી હતી. કુટુંબીઓ તેના આ યુવક સાથે વાતચીત કરવાના કારણે નારાજ હતા. તેને આ અંગે વારંવાર સમજાવવામાં પણ આવી હતી, પણ તે માનતી ન હતી. તેના કારણે તેના માતાપિતા અને ભાઈ નારાજ હતા. તેમા પણ માતા અને ભાઈ ખૂબ જ નારાજ હતી.
આ પણ વાંચો:ભાવનગરમાં સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો:ભાવનગરના કુંભારવાડામાંથી આધેડનો મળ્યો મૃતદેહ
આ પણ વાંચો:ભાવનગરમાં નદીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
