National News/ બેંગલુરુના એન્જીનિયરે યૌન સમસ્યાના ઉપચાર માટે ખરીદી 48 લાખ રુપિયાની જડીબુટ્ટી!! હવે કિડની પ્રોબ્લેમ શરુ…!

બેંગાલુરુના એક સૉફ્ટવેર એન્જીનિયરે 3 મેના રોજ, એક હંગામી આયુર્વેદિક દવાખાનું જોયું, જ્યાં યૌન સમસ્યાઓના ‘તાત્કાલિક ઇલાજ’ની જાહેરાત કરવામાં આવેલી હતી…

Trending NATIONAL India

National News: બેંગલુરુના એક સૉફ્ટવેર એન્જીનિયરે 3 મેના રોજ, કેએલઈ લૉ કોલેજ પાસે સ્થિત એક હંગામી આયુર્વેદિક દવાખાનું જોયું, જ્યાં યૌન સમસ્યાઓના ‘તાત્કાલિક ઇલાજ’ની જાહેરાત કરવામાં આવેલી હતી. અંદર બેઠેલી, પોતાને ‘વિજય ગુરુજી’ તરીકે ઓળખાવતી વ્યક્તિએ એને દુર્લભ આયુર્વેદિક દવાઓ દ્વારા કાયમી ઉપચારનું આશ્વાસન આપ્યું.

સૉફ્ટવેર એન્જીનિયરે 48 લાખ રુપિયા ગુમાવી દીધા

બેંગલુરુના એક સૉફ્ટવેર એન્જીનિયર (Software Engineer, Bengaluru)ને સડકછાપ અને તંબૂ તાણીને બેઠેલા લેભાગુ નકલી આયુર્વેદિક ડૉક્ટર (Fake Ayurvedic doctor) પાસે કથિત યૌન સમસ્યા (Sexual problem)નો ઉપચાર કરાવવો ઘણો ભારે પડી ગયો હતો!! આ એન્જીનિયરે એના 48 લાખ રુપિયા ગુમાવી દીધા અને અધૂરામાં પૂરું, એને કિડનીની તકલીફો પણ થઇ ગઈ! જ્ઞાનભારતી પોલીસ સ્ટેશન (Police Station)માં શનિવારના રોજ આ યુવકે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, એણે પહેલા તો કેન્ગરીના એક મલ્ટી-સ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં ઉપચાર કરાવ્યો હતો, બાદમાં કેએલઈ લૉ કોલેજ (KLE Law College) પાસે સ્થિત એક આયુર્વેદિક દવાખાનાનો તંબૂ જોયો, જ્યાં ‘વિજય ગુરુજી’ (Vijay Guruji) નામની એક વ્યક્તિએ એેને હીરાથી પણ મોંઘી અને દુર્લભ આયુર્વેદિક દવા (Ayurvedic Medicine) ‘દેવરાજ બુટ્ટી’ ‘ખરીદવાનું જણાવ્યું, જેની કિંમત 1.6 લાખ રુપિયા પ્રતિ ગ્રામ જણાવવામાં આવી હતી!

નકલી વૈદ્યે ‘દેવરાજ બુટ્ટી’ નામની એક પ્રોડક્ટ ખરીદવાનું જણાવ્યું

3 મેના રોજ પીડિત યુવકે કેએલઈ લૉ કોલેજ પાસે સ્થિત એક હંગામી આયુર્વેદિક દવાખાનું જોયું, જ્યાં યૌન સમસ્યાઓના ‘તાત્કાલિક ઇલાજ’ ની જાહેરાત કરવામાં આવેલી હતી. અંદર બેઠેલી, પોતાને ‘વિજય ગુરુજી’ તરીકે ઓળખાવતી વ્યક્તિએ એને દુર્લભ આયુર્વેદિક દવાઓ દ્વારા કાયમી ઉપચારનું આશ્વાસન આપ્યું. એણે આ એન્જીનિયર યુવકને યશવંતપુર વિજયલક્ષ્મી આયુર્વેદિક સ્ટોરમાંથી ‘દેવરાજ બુટ્ટી’ નામની એક પ્રોડક્ટ ખરીદવાનું જણાવ્યું અને એવો દાવો કર્યો કે એ હરિદ્વાર (Haridwar)થી આવ્યો છે અને એ જડીબુટ્ટીની કિંમત રુપિયા 1.6 લાખ પ્રતિ ગ્રામ છે! કહેવાતા આયુર્વેદિક ડૉક્ટરે એને એમ પણ કહ્યું કે એ જડીબુટ્ટી ખરીદતી વખતે સાથે કોઇને પણ લઇ જવાનો નથી અને અત્યંત ભારપૂર્વક એમ પણ કહ્યું કે પેમેન્ટ કેવળ કેશમાં (Cash Payment) જ કરે!

આ પછી તરત જ ‘વિજય ગુરુજી’ નામના આ શખ્શે યુવક પર દેવરાજ બુટ્ટી તથા એના વધારે ડોઝ ખરીદવા માટે દબાણ કર્યું અને ચેતવણી આપી કે નહિંતર ઉપચાર પૂરો નહિં થાય! પીડિત યુવકે કથિત ઉપચાર માટે 20 લાખ રુપિયાની બેન્ક લોન (Bank Loan) પણ લઈ લીધી! બધું જ મળીને એણે કુલ 48 લાખ રુપિયા ખર્ચ્યા પણ એની સમસ્યામાં કોઇ સુધારો થયો નહિં!

ઇન્ટરનેટ પર લોકોએ શું કહ્યું?

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા યુઝર્સે આ બનાવ પર અચરજ દર્શાવ્યું હતું. આ ઘટના અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા બેંગલુરુના હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિ (Dr. Deepak Krishnamurthy)એ લખ્યું, “48 લાખ ખર્ચી નાખ્યાં….એ દવાખાના પર!!! એ ઠગાવાને જ લાયક છે.”

X હેન્ડલ પર એક યુઝરે લખ્યું છે, “આજકાલ ભણેલા-ગણેલા લોકો પણ ઠગાઇ અને સાણસામાં કેવી રીતે આવી જાય છે એ જોઇને મને હેરાની થાય છે! સોશિયલ મીડિયા પર ઘણી જાગૃતિ છે અને ઘણા લોકો પોતાના અનુભવો પણ શૅર કરે છે, તો પણ આટલી મોટી રકમની ઠગાઇ થઇ જાય છે! સોશિયલ મીડિયા કે બહાર મળનારી ઘણી સારી વસ્તુઓ પર પણ ક્યારેય પૂર્ણ ભરોસો કરવો ન જોઇએ!”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બેંગલુરુ જેલમાં એક આતંકવાદીનો ફોન પર વાત કરતો વીડિયો સામે આવ્યા બાદ બે અધિકારીઓને બરતરફ કરાયા

આ પણ વાંચો: બેંગલુરુની જેલમાં જાહો જલાલીથી આતંકવાદીઓ અને સીરીયલ કિલર્સને ‘VIP’ ટ્રીટમેન્ટ સાથે દારૂપાર્ટી વિડીયો વાયરલ…..

આ પણ વાંચો: બેંગલુરુ પોલીસે કલાકોમાં જ ચોરોની એક ગેંગનો પર્દાફાશ કર્યો, એક છે મહિલા જીમ ટ્રેનર