Not Set/ મહારાષ્ટ્રમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવું અને થૂંકવું હવે પડશે મોંઘુ, સરકારે ભારે દંડની કરી જોગવાઈ

કેન્દ્ર અને રાજ્ય સરકારનાં તમામ પ્રયાસો છતાં કોરોનાવાયરસ હજુ પણ દેશમાં પોતાનો કહેર સતત બતાવી રહ્યો છે. મહારાષ્ટ્ર આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. મહારાષ્ટ્ર સરકારે કોરોના ચેપને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવું અને થૂંકવું હવે મોંઘુ પડી જશે. આ માટે ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. […]

India
44c2f3d9591339ce24eb5cc8345f5875 મહારાષ્ટ્રમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવું અને થૂંકવું હવે પડશે મોંઘુ, સરકારે ભારે દંડની કરી જોગવાઈ
44c2f3d9591339ce24eb5cc8345f5875 મહારાષ્ટ્રમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવું અને થૂંકવું હવે પડશે મોંઘુ, સરકારે ભારે દંડની કરી જોગવાઈ

કેન્દ્ર અને રાજ્ય સરકારનાં તમામ પ્રયાસો છતાં કોરોનાવાયરસ હજુ પણ દેશમાં પોતાનો કહેર સતત બતાવી રહ્યો છે. મહારાષ્ટ્ર આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. મહારાષ્ટ્ર સરકારે કોરોના ચેપને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવું અને થૂંકવું હવે મોંઘુ પડી જશે. આ માટે ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. સાથે જ દોષી સાબિત થતાં લોકોએ જાહેર સેવા કરવાની રહેશે.

મહારાષ્ટ્રનાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આ મામલામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જાહેર સ્થળોએ થૂંકવા અને ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂક્યો છે. આની સાથે, જે પણ આ કરતા જોવા મળશે તેને પહેલીવાર એક હજાર રૂપિયા દંડ થશે, અને એક દિવસ તેને જાહેર સેવા કરવી પડશે. વળી બીજી વખત આવુ કરનાર પર ત્રણ હજાર દંડ અને જાહેર સેવાની જોગવાઈ કરવામાં આવી છે. તે પછી પણ, જો કોઈ આવું કરે છે, તો તેને પાંચ હજાર દંડ થશે, અને તેણે પાંચ દિવસ જાહેરમાં સેવા આપવી પડશે. વળી દંડ ન ભરવા બદલ છ મહિનાથી બે વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ છે.

દેશમાં કોરોનાનાં 1.74 લાખ કેસ નોંધાયા છે. આ સાથે, આ રોગને કારણે 4,983 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 82,945 લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચવામાં સફળ રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં અત્યાર સુધીમાં 62,228 કેસ નોંધાયા છે, જેમાં 2,098 લોકોનાં મોત નીપજ્યાં છે. એકલા મુંબઈમાં 36 હજારથી વધુ લોકો પોઝિટિવ જોવા મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.