Political/ કપિલ સિબ્બલે કોંગ્રેસને ગણાવી નબળી પાર્ટી, જાણો શું છે કારણ?

શનિવારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હવે નબળી સાબિત થઈ રહી છે, અમે તેને અહીં મજબૂત બનાવવા માટે જ આવ્યા છીએ.

India
Mantavya 25 કપિલ સિબ્બલે કોંગ્રેસને ગણાવી નબળી પાર્ટી, જાણો શું છે કારણ?

શનિવારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હવે નબળી સાબિત થઈ રહી છે, અમે તેને અહીં મજબૂત બનાવવા માટે જ આવ્યા છીએ. જણાવી દઈએ કે, કપિલ સિબ્બલ આ દિવસોમાં જમ્મુ-કાશ્મીરનાં પ્રવાસ પર છે.

New Delhi / નીતિન ગડકરીના મંત્રાલયે કર્યું એવું મોટું કામ કે, તેમને મળશે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

કોંગ્રેસનાં G-23 નેતાઓ જેવા કે આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્રસિંહ હૂડા, મનીષ તિવારી, રાજ બબ્બર શાંતિ પરિષદમાં જોડાયા હતા. અહીં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવાની વાત કરી હતી જે નબળી દેખાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પરિષદ દરમિયાન બોલતા તેમણે પોતાની પાર્ટીને એક નબળો પક્ષ ગણાવ્યો હતો. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, સત્ય એ છે કે કોંગ્રેસ પાર્ટી નબળી થતી જોવા મળી રહી છે અને તેથી જ અમે અહીં એકઠા થયા છીએ. અમારે એકઠા થઇને પાર્ટીને મજબૂત બનાવવી પડશે. આ સાથે જ કપિલ સિબ્બલે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ગાંધીજી સત્યનાં માર્ગ પર ચાલ્યા, આ સરકાર અસત્યનાં માર્ગે ચાલે છે.

Vaccine / ગુજરાતમાં કોરોનાની રસીને લઈ DY.CMનું ટ્વીટ, ખાનગી હોસ્પિટલમાં આટલા રૂ.માં મળશે રસી

આપને જણાવી દઇએ કે, રાજ્યસભાનાં સાંસદની મુદત પૂરી થયા બાદ ગુલામ નબી આઝાદની જમ્મુની આ પહેલી મુલાકાત છે. કપિલ સિબ્બલ પણ તેમની સાથે હાજર હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસનાં નબળાઈથી દેશ પણ નબળો પડી જશે, તેથી અમે તેને અહીં મજબૂત બનાવવા અને પાર્ટીને મજબૂત બનાવવા માટે આવ્યા છીએ. દરેક રાજ્યમાં કોંગ્રેસની વાસ્તવિક પરિસ્થિતિથી પરિચિત છે. અમે ગુલામ નબી આઝાદને સંસદમાંથી આઝાદી મળે તેવું ઈચ્છતા ન હોતા. કોંગ્રેસ ગુલામ નબી આઝાદનાં અનુભવનો ઉપયોગ કરી રહી નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ