નિધન/ ઇસ્લામિક વિદ્વાન મૌલાના વહીદુદ્દીન ખાનનું અવસાન, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

પ્રખ્યાત ઇસ્લામિક વિદ્વાન અને પદ્મવિભૂષણથી સન્માનિત મૌલાના વહિદુદ્દીન ખાનનું બુધવારે રાત્રે કોવિડ -19  ને કારણે અવસાન થયું હતું. 

Top Stories India
A 275 ઇસ્લામિક વિદ્વાન મૌલાના વહીદુદ્દીન ખાનનું અવસાન, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

પ્રખ્યાત ઇસ્લામિક વિદ્વાન અને પદ્મવિભૂષણથી સન્માનિત મૌલાના વહિદુદ્દીન ખાનનું બુધવારે રાત્રે કોવિડ -19  ને કારણે અવસાન થયું હતું. તેઓ 96 વર્ષના હતા. તાજેતરમાં, તેમને કોરોના વાયરસથી ચેપ લાગ્યાં બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, મૌલાના વહીદુદ્દીન ખાનના નિધનથી હું દુ:ખી છું. તેમને ધર્મશાસ્ત્ર અને આધ્યાત્મિકતાના મુદ્દાઓ પરના ઊંડી જાણકારી  માટે યાદ કરવામાં આવશે. તેઓ સમુદાય સેવા અને સામાજિક સશક્તિકરણ માટે પણ ગંભીર હતા. તેમના પરિવાર અને અગણિત શુભેચિંતકો પ્રત્યેની મારી સંવેદના. “

આ પણ વાંચો :દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ થઈ રહ્યો છે ધરખમ વધારો, જાણો સમગ્ર રિપોર્ટ

તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમણે રાત્રે 9:30 વાગ્યે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કોરોના વાયરસના ચેપને કારણે તેમને 12 એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવાર એટલે કે આજ તેઓને તેમના પરિવારને સોંપવામાં આવશે.

આ પણ વાંચો :છેલ્લા 24 કલાકમાં દેશનો વૈશ્વિક રેકોર્ડ,3.15 લાખ નવા કેસ અમેરિકાના સર્વાધિક રેકોર્ડ 3.07 લાખને તોડ્યો

મૌલાના વહીદુદ્દીને કુરાનનો ઇંગ્લિશમાં સહેલાઇથી અનુવાદ કર્યો અને કુરાન વિશે ટિપ્પણીઓ પણ લખી. તેમની ગણતરી મહાન ઇસ્લામી વિદ્વાનોમાં થાય છે. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. મૌલાના વહીદુદ્દીન ખાનનો જન્મ 1 જાન્યુઆરી 1925 ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં થયો હતો. આ વર્ષે તેમને પદ્મ વિભૂષણથી નવાજવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2000 માં તેમને પદ્મ ભૂષણ એવોર્ડ પણ મળ્યો હતો.

આ પણ વાંચો :કોરોના સંકટમાં યુદ્ધના સ્તરે કામગીરી શરૂ, ઓક્સિજન અને દવાઓ લેવા માટે વાયુસેના જોડાઈ

આ પણ વાંચો :અમે લોકોને ઓક્સિજનની અછતથી મરી જતા જોઈ નથી શકતા, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રનો લીધો ઉધડો