Delhi high court/ દિલ્હી હાઈકોર્ટ “અમે દેશ અને રાજ્યોની સરહદો નક્કી નથી કરતા”, હરિયાણા અને પંજાબ રાજ્યોના નકશા મામલાની કોર્ટે અરજી ફગાવી

દિલ્હી હાઈકોર્ટ હરિયાણા અને પંજાબ રાજ્યોના નકશા ફરીથી રેખાંકિત કરવા મામલાની અરજી ફગાવી. કોર્ટે કહ્યું કે આ મુદ્દો સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 03 01T124358.946 દિલ્હી હાઈકોર્ટ "અમે દેશ અને રાજ્યોની સરહદો નક્કી નથી કરતા", હરિયાણા અને પંજાબ રાજ્યોના નકશા મામલાની કોર્ટે અરજી ફગાવી

દિલ્હી હાઈકોર્ટ એક અરજીની સુનાવણીમાં કહ્યું કે અમે દેશ કે રાજ્યોની સીમાઓ નક્કી કરતા નથી. આ અરજી હરિયાણા અને પંજાબ રાજ્યોના નકશા મામલાને લઈને કરવામાં આવી હતી. આ અરજીમાં હરિયાણા અને પંજાબ રાજ્યોના નકશા ફરીથી રેખાંકિત કરવા અને આ રાજ્યોની હાઈકોર્ટને તેમની રાજધાનીઓ સાથે સ્થાનાંતરિત કરવાના નિર્દેશો આપવાને લઈને માંગ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજીને ફગાવી દેવાનો આદેશ આપ્યો હતો.

હરિયાણા અને પંજાબ રાજ્યોના નકશા મામલે કરવામાં આવેલ અરજી ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે આ મુદ્દો સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે. આ મામલે નિર્ણય લેવાનો અમારો અધિકાર નથી. આથી અમે આ માટે કોઈ સૂચના જારી કરીશું નહીં. હાઈકોર્ટે કહ્યું કે બંધારણના અનુચ્છેદ 3 મુજબ સંસદને કોઈપણ રાજ્યની સરહદ બદલવાનો અધિકાર છે. હાઈકોર્ટે કહ્યું કે, કોર્ટ વિધાનસભાને કોઈ આદેશ આપી શકે નહીં કે કઈ હાઈકોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવશે.

આ અરજી જેપી સિંહ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે પંજાબ અને હરિયાણા માટે એક હાઈકોર્ટને બદલે અલગ હાઈકોર્ટની રચના કરવામાં આવે અને પંજાબ માટે જલંધરમાં અલગ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવે. હાલમાં પંજાબ અને હરિયાણા બંને રાજ્યો માટે એક જ હાઈકોર્ટ છે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મેરઠ દિલ્હી કરતાં લખનૌથી ઘણું દૂર છે અને મેરઠના લોકોને ન્યાયિક અને વહીવટી કામ માટે લખનઉ જવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં યુપીના મેરઠ કમિશ્નરેટ, સોનીપત, ફરીદાબાદ અને હરિયાણાના ગુરુગ્રામને દિલ્હી સાથે મર્જ કરીને ચંદીગઢને હરિયાણામાં સામેલ કરવું જોઈએ. અરજીમાં હરિયાણાની રાજધાની કુરુક્ષેત્રમાં ખસેડવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અમૃતસરના લોકોને વહીવટી કામ માટે ચંદીગઢ આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: hall ticket/10 અને 12મા ધોરણની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર અપલોડ

આ પણ વાંચો: New Medical College/2027 સુધીમાં રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ

આ પણ વાંચો: સણસણતો આક્ષેપ/‘DEOની કચેરીઓ લાંચ વિના ડગલું આગળ વધતી નથી