vijay rupani/ લોકસભા ચૂંટણીઃ વિજય રૂપાણીની નવી ઇંનિંગ શરૂ થઈ શકે

ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આગામી લોકસભા ચૂંટણી લડી શકે તેવી પ્રબળ સંભાવના હોવાનું મનાય છે. રાજકોટ લોકસભા બેઠક પરથી તેમને ઉતારીને ભાજપ હાઇ કમાન્ડ નવો અખતરો કરી શકે છે. આજે પક્ષની કેન્દ્રીય સમિતિની ચૂંટણી બેઠકમાં મુખ્યમંત્રી પદના હોદ્દા પરથી દૂર કરાયેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોના અસંતોષને ટાળવા માટે વિવિધ રાજ્યોના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોને લોકસભા ટિકિટ આપવામાં […]

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 03 01T122414.500 લોકસભા ચૂંટણીઃ વિજય રૂપાણીની નવી ઇંનિંગ શરૂ થઈ શકે

ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આગામી લોકસભા ચૂંટણી લડી શકે તેવી પ્રબળ સંભાવના હોવાનું મનાય છે. રાજકોટ લોકસભા બેઠક પરથી તેમને ઉતારીને ભાજપ હાઇ કમાન્ડ નવો અખતરો કરી શકે છે. આજે પક્ષની કેન્દ્રીય સમિતિની ચૂંટણી બેઠકમાં મુખ્યમંત્રી પદના હોદ્દા પરથી દૂર કરાયેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોના અસંતોષને ટાળવા માટે વિવિધ રાજ્યોના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોને લોકસભા ટિકિટ આપવામાં આવી શકે છે.

હાલમાં પક્ષ દ્વારા વિજય રૂપાણીનો લોકસભાની રાજકોટ બેઠક પરથી ઉતારવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ તેના અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આજે પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે ત્યારે ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. તેમા ગુજરાતની 26 બેઠકમાંથી દસ નામ જાહેર થઈ શકે છે.

લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી આજે બપોરે જાહેર થાય તેવી સંભાવના છે. તેમા ગુજરાતમાં ગાંધીનગરમાંથી અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ નવસારીમાં, ભાવનગરથી મનસુખ માંડવિયા અને જામનગરથી પૂનમ માડમની ટિકિટ નક્કી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ