માર્ચ મહિનામાં સામાન્ય માણસને મોંઘવારીનો માર પડ્યો છે. આજથી શરૂ થતા માર્ચ મહિનાના પ્રથમ દિવસે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ આંચકો આપ્યો છે. ઓઈલ કંપનીઓએ LPG સિલિન્ડર અને જેટ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. નવા દર આજથી જ લાગુ થશે. OMCએ શુક્રવારે આ માહિતી આપી હતી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે. જ્યારે 14 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા મહિને એટલે કે ફેબ્રુઆરીની 1 તારીખે 14 રૂપિયાનો વધારો કર્યો હતો. અને હવે આજે માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ફરી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરતા ગૃહિણીઓના બજેટ પર ફટકો પડશે.
સિલિન્ડરની કિંમતોમાં કર્યો વધારો
કિંમતો જાહેર કરતી વખતે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કહ્યું કે 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રતિ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સિલિન્ડર દીઠ ભાવ 14 રૂપિયા અને જાન્યુઆરીમાં 1.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા હતા. જોકે, ઘરેલું LPG સિલિન્ડર એટલે કે ઘરેલું રસોઈ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગુ થશે.
)
કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સાથે વધુ એક આંચકો આવ્યો છે. ઓઈલ કંપનીઓએ પણ જેટ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આ હેઠળ, કિંમતોમાં આશરે રૂ. 624.37/કિલોનો વધારો થયો છે. સતત ચાર ઘટાડા બાદ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. જેટ ફ્યુઅલના નવા વધેલા દરો પણ આજથી લાગુ થશે.
આજથી ભાવ વધારો લાગુ થશે
આજથી લાગુ થતા ભાવ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1,795 રૂપિયા થઈ ગઈ છે. અત્યાર સુધી તે 1,769.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું. દિલ્હીમાં કિંમતોમાં 25.50 રૂપિયાનો વધારો થયો છે. મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત હવે 1723.50 રૂપિયાથી વધીને 1749 રૂપિયા થઈ ગઈ છે. હવે આ સિલિન્ડર કોલકાતામાં 1911 રૂપિયામાં મળશે. પહેલા તે 1887 રૂપિયામાં ઉપલબ્ધ હતું. ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડર સૌથી મોંઘું થઈ ગયું છે. હવે અહીં કિંમત 1937 રૂપિયાથી વધીને 1960.50 રૂપિયા થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે બે મહિનાના ટૂંકાગાળામાં ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો તેમાં છેલ્લો ફેરફાર ગયા વર્ષે 30 ઓગસ્ટે કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી કોમર્શિયલ LPG સિલિન્ડરમાં 14 કિલોની કિંમત સ્થિર છે. આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે અગાઉ સિલિન્ડરમાં ભાવ વધારો કરતા લોકોમાં નારાજગીનું વલણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: hall ticket/10 અને 12મા ધોરણની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર અપલોડ
આ પણ વાંચો: New Medical College/2027 સુધીમાં રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ
આ પણ વાંચો: સણસણતો આક્ષેપ/‘DEOની કચેરીઓ લાંચ વિના ડગલું આગળ વધતી નથી’
