Not Set/ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે BCCI એ રોહિત શર્માનું નામ કર્યું નામાંકિત

ભારતીય ક્રિકેટ બોર્ડ એ પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2020 માટે ભારતીય ક્રિકેટ ટીમનાં વાઇસ-કેપ્ટન રોહિત શર્માનું નામ મોકલ્યુ છે. જ્યારે ઝડપી બોલર ઇશાંત શર્મા, ઓપનર શિખર ધવન અને મહિલા સ્પિનર ​​દીપ્તિ શર્માને અર્જુન એવોર્ડ માટે નામાંકિત કર્યા છે. રમત મંત્રાલયે સંબંધિત રમતગમતને લગતા પુરસ્કારો માટે 1 જાન્યુઆરી 2016 થી 31 ડિસેમ્બર 2019 નાં […]

Uncategorized
4f176b69b728c3613731395673682d38 રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે BCCI એ રોહિત શર્માનું નામ કર્યું નામાંકિત

ભારતીય ક્રિકેટ બોર્ડ એ પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2020 માટે ભારતીય ક્રિકેટ ટીમનાં વાઇસ-કેપ્ટન રોહિત શર્માનું નામ મોકલ્યુ છે. જ્યારે ઝડપી બોલર ઇશાંત શર્મા, ઓપનર શિખર ધવન અને મહિલા સ્પિનર ​​દીપ્તિ શર્માને અર્જુન એવોર્ડ માટે નામાંકિત કર્યા છે. રમત મંત્રાલયે સંબંધિત રમતગમતને લગતા પુરસ્કારો માટે 1 જાન્યુઆરી 2016 થી 31 ડિસેમ્બર 2019 નાં સમયગાળામાં સારો દેખાવ કરનારા ખેલાડીઓનાં નામ માંગ્યા હતા. તેના જવાબમાં બીસીસીઆઈએ આ ખેલાડીઓનાં નામ મોકલ્યા છે, જેની માહિતી એક અખબારી યાદીમાં બહાર પાડવામાં આવી હતી.

dbc35feb9722cc5ef1f3cbf06fc13e36 રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે BCCI એ રોહિત શર્માનું નામ કર્યું નામાંકિત

બીસીસીઆઈનાં વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ‘અમે ઘણા બધા ડેટાનો અભ્યાસ કર્યો અને કેટલાક પરિમાણો ધ્યાનમાં લીધા બાદ ઉમેદવારોનાં નામની પસંદગી કરી. ટૂંકા ફોર્મેટોમાં જે શક્ય નથી તે આ ખેલાડીઓએ પ્રાપ્ત કર્યું છે. રોહિત શર્માનું યોગદાન અતુલ્ય છે, જ્યારે ઇશાંત શર્મા ટેસ્ટ ટીમમાં સૌથી વરિષ્ઠ ખેલાડીઓમાંથી એક છે જેણે વિદેશમાં વિજય મેળવવામાં ખૂબ યોગદાન આપ્યું છે. આઇસીસી ટૂર્નામેન્ટમાં શિખર ધવન હંમેશા પ્રબળ રહ્યો છે.

5323d1617bbb97db15f5462a6b696227 રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે BCCI એ રોહિત શર્માનું નામ કર્યું નામાંકિત

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 ભારતીય ટીમનાં વાઇસ-કેપ્ટન રોહિત શર્મા માટે એક શાનદાર સાબિત થયું હતું અને તેણે દેશ માટે ઘણા રન બનાવ્યા હતા. આઈસીસી દ્વારા તેને વર્ષનો આઈસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો. એટલું જ નહીં, રોહિત શર્મા વર્લ્ડ કપ એડિશનમાં પાંચ વનડે મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી અને ચાર ટી-20 માં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ ઉપરાંત રોહિત શર્માએ તેની શરૂઆત મેચમાં ટેસ્ટ ઓપનર તરીકે બેવડી સદી ફટકારી હતી, જે એક રેકોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.