Not Set/ કંગના રનૌતને સુરક્ષા પૂરી પાડશે હિમાચલ પ્રદેશ સરકાર, અભિનેત્રીનાં પિતાએ કરી હતી માંગ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ તેના નિવેદનોને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. મુંબઈની પીઓકે સાથે સરખામણી કર્યા પછી, અભિનેત્રી અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે. કંગના હાલમાં તેના વતનમાં છે અને 9 સપ્ટેમ્બરના રોજ મુંબઇ જઇ રહી છે. આવી સ્થિતિમાં કંગનાના પિતાએ હિમાચલ પ્રદેશ સરકાર પાસેથી પોલીસ સુરક્ષાની માંગ કરી […]

Uncategorized
742d20cca9ec576905044d25848b8128 કંગના રનૌતને સુરક્ષા પૂરી પાડશે હિમાચલ પ્રદેશ સરકાર, અભિનેત્રીનાં પિતાએ કરી હતી માંગ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ તેના નિવેદનોને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. મુંબઈની પીઓકે સાથે સરખામણી કર્યા પછી, અભિનેત્રી અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે. કંગના હાલમાં તેના વતનમાં છે અને 9 સપ્ટેમ્બરના રોજ મુંબઇ જઇ રહી છે. આવી સ્થિતિમાં કંગનાના પિતાએ હિમાચલ પ્રદેશ સરકાર પાસેથી પોલીસ સુરક્ષાની માંગ કરી છે.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું, “કંગના રનૌતનાં પિતાએ લેખિતમાં પોલીસ સુરક્ષાની માંગ કરી છે. મેં આ સંદર્ભે ડીજીપીને નિર્દેશ આપ્યો છે. તેમને અહીં સુરક્ષા પૂરી પાડવામાં આવશે. અમે એ ચર્ચા પણ કરી રહ્યા છીએ કે એચ.પી.ની બહાર તેમને સુરક્ષા પૂરી પાડવા શું કરી શકાય” કેમ કે 9 સપ્ટેમ્બરના રોજ તે મુંબઈ માટે રવાના થઈ રહી છે.

આ પહેલા કંગનાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના માતાપિતા ખાસ કરીને પિતા ચિંતા વ્યક્ત કરતા જોઇ શકાય છે. અભિનેત્રીના પિતા અમરદીપ રનૌતે પણ તેને ‘સિંહણ’ ગણાવી હતી અને કોઈની સાથે ઝગડો નહીં કરવા જણાવ્યું હતું. વીડિયો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શન આપ્યું હતું કે, “તમે માફિયાઓ સામે લડી શકો છો, તમે સરકારોને પણ પડકાર આપી શકો છો પરંતુ ઘરે ઈમોશનલ બ્લેકમેલને કેવી રીતે હેન્ડલ કરવું?

જણાવીએ કે, કંગના રનૌતે શિવસેનાના સાંસદ સંજય રાઉતને ખુલ્લેઆમ પડકાર કર્યો હતો. રાઉતે અભિનેત્રીને મુંબઈ પાછા ન આવવાનું કહ્યું હતું. કંગનાએ શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, “હું જોઉં છું કે ઘણા લોકો મને મુંબઈ પાછા ન આવવાની ધમકી આપી રહ્યા છે, તેથી હવે મેં નક્કી કર્યું છે કે હું આ સપ્તાહમાં 9 સપ્ટેમ્બરે પાછા મુંબઈ આવીશ. મુંબઈ એરપોર્ટ પહોંચવા માટે તે પછી હું સમય પોસ્ટ કરીશ, જો કોઈના પિતામાં હિંમત હોય તો તેને રોકી બતાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.