Not Set/ જમ્મુ-કાશ્મીર: બાંદીપોરાના જંગલમાં બે આતંકવાદી ઠાર, સેનાનો એક જવાન પણ શહીદ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે મુઠભેડ ચાલુ જ છે. હાલની મુઠભેડમાં એક સુરક્ષાજવાન શહીદ થઇ ગયો છે. જમ્મુ કાશ્મીર સ્થિત બાંદીપોરા જિલ્લામાં પનારના જંગલોમાં આતંકીઓ અને સેના વચ્ચે મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. રમજાનના પવિત્ર માસમાં યુદ્ધવિરામ વચ્ચે પણ આતંકવાદીઓ દ્વારા સતત સેના પર હુમલો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈકે પનારના […]

Top Stories India
aa Cover 2g0h4vpeiqtkmvbg468jdi6ok1 20180614081759.Medi જમ્મુ-કાશ્મીર: બાંદીપોરાના જંગલમાં બે આતંકવાદી ઠાર, સેનાનો એક જવાન પણ શહીદ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે મુઠભેડ ચાલુ જ છે. હાલની મુઠભેડમાં એક સુરક્ષાજવાન શહીદ થઇ ગયો છે. જમ્મુ કાશ્મીર સ્થિત બાંદીપોરા જિલ્લામાં પનારના જંગલોમાં આતંકીઓ અને સેના વચ્ચે મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

રમજાનના પવિત્ર માસમાં યુદ્ધવિરામ વચ્ચે પણ આતંકવાદીઓ દ્વારા સતત સેના પર હુમલો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈકે પનારના જંગલોમાં સેના છેલ્લા છ દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

એક રિપોર્ટ અનુસાર, ગુરૂવારે સવારે અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ અથડામણમાં  ભારતીય જવાન પણ શહીદ થયો છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં છેલ્લા છ દિવસમાં ઘણી વખત સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ ચુકી છે.

સેનાને શનિવારે મોડી સાંજે બાંદીપોરના પનાર વિસ્તારના જંગલોમાં કેટલાક આતંકીઓ હોવાની માહિતી મળી હતી. જેના આધાર પર સેનાની 14 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ પનારના જંગલોમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

જેમાં આતંકીઓએ સેના જવાનો પર ગોળીબાર કરી ભાગવા માટેનો પ્રયાસ કર્યો હતો, જે પછી એસઓજી અને સીઆરપીએફના જવાનાઓએ જંગલને ઘેરી લીધું હતું અને તપાસ હાથ ધરી હતી.