અહેવાલ/ ચીન પરમાણું હથિયાર વધારી રહ્યું છે, ગોબી રણમાં પરમાણું શસ્ત્ર માટે ભૂર્ગભ સ્થળો બનાવ્યા

ચીન તેની કેટલીક ડીફ 41 મિસાઇલો એવી જગ્યાએ રાખવા માંગે છે કે જ્યાં તેઓ કોઈ પણ દુશ્મનના હુમલાથી બચી શકે અને ઘાતક હુમલો  કરી શકે

Top Stories
china ચીન પરમાણું હથિયાર વધારી રહ્યું છે, ગોબી રણમાં પરમાણું શસ્ત્ર માટે ભૂર્ગભ સ્થળો બનાવ્યા

ચીન તેના પરમાણુ શસ્ત્રોમાં જબરદસ્ત વધારો કરી રહ્યું છે. યુ.એસ. ના થિંક-ટેન્કે ઉત્તર પશ્ચિમ ચીનના ગોબી રણમાં આવા 119 ભૂર્ગભ સ્થળો  શોધી કાઢયા છે  જે ચીનની સૌથી લાંબી અંતરની કોન્ટિનેન્ટલ મિસાઇલ ડોંગફેંગ -41 (ડીએફ 41) માટે બનાવવામાં આવી છે. આ અહેવાલના પ્રકાશન આવ્યા બાદ યુ.એસ. સહિત સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે, કેમ કે પરમાણુ શસ્ત્રોના મામલે ચીનની ઓછામાં ઓછી જરૂરી હથિયારો રાખવાની નીતિમાં ઐતિહાસિક પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી પૂર્વી લદ્દાખમાં ચીન સાથે સૈન્ય તનાવનો સામનો કરી રહેલા ભારત માટે પણ ચિંતા સમાન આ અહેવાલ છે.

119 ની સંખ્યા ધરાવતા ભૂગર્ભ પરમાણુ શસ્ત્રોના પ્લેસમેન્ટ્સ  ચીનના ઉત્તર-પશ્ચિમમાં ગોબી રણની ટોચ પર ગાંસુ ક્ષેત્રના યુમેન શહેર નજીક જોવા મળ્યા. અમેરિકાના મોન્ટેરેમાં જેમ્સ માર્ટિન સેન્ટર ફોર નોનપ્રોલીફરેશન સ્ટડીઝ, ઉપગ્રહની તસવીરોનું વિશ્લેષણ કર્યા પછી, પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આ નવી પરમાણુ સ્થળો ચીનના 16 અણુ સ્થળોથી અલગ છે.

ran ચીન પરમાણું હથિયાર વધારી રહ્યું છે, ગોબી રણમાં પરમાણું શસ્ત્ર માટે ભૂર્ગભ સ્થળો બનાવ્યારિપોર્ટ અનુસાર, આ એસઆઈએલઓનું બાંધકામ ગયા વર્ષે શરૂ થયું હતું પરંતુ બાંધકામની ગતિ અને તેના કદ આશ્ચર્યજનક છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, બાંધકામ વેગવાન થયું અને પૂર્ણ થયું. 2019 માં બેઇજિંગમાં તેની લશ્કરી પરેડમાં ચીને પ્રથમ વખત ડીએફ 41 મિસાઇલો દર્શાવી હતી. માત્ર એક વર્ષ પછી, તેણે આ એસઆઇએલઓ નું ઉત્પાદન શરૂ કર્યું.જો કે ડીફ 41 મિસાઇલ મોબાઇલ પ્રક્ષેપકોથી લોન્ચ કરવામાં આવી છે, પરંતુ આ એસઆઇએલઓ થી સ્પષ્ટ છે કે ચીન તેની કેટલીક ડીફ 41 મિસાઇલો એવી જગ્યાએ રાખવા માંગે છે કે જ્યાં તેઓ કોઈ પણ દુશ્મનના હુમલાથી બચી શકે અને ઘાતક હુમલો  કરી શકે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થળે મોટા પાયે ખોદકામ કરવામાં આવતા, અર્ધવર્તુળાકાર રચનાઓની સ્પષ્ટ તસવીરો આવી છે, જે તેમના વિશે  શંકા ઉપજાવે છે.

30 જૂને વોશિંગ્ટન પોસ્ટમાં આ અહેવાલ પ્રકાશિત થયા પછી, યુએસ વહીવટીતંત્રે આ નવા ખુલાસાને ગંભીર ગણાવ્યો છે. ચીન પરમાણુ હથિયારોને નિયંત્રિત કરવા માટેના કોઈપણ કરારમાં સામેલ નથી કારણ કે તેનો દાવો છે કે તેના પરમાણુ શસ્ત્રોનો ભંડાર અન્ય મહાસત્તાઓ કરતા ઘણા ઓછા છે