price hike/ તહેવાર સમયે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો, 15 દિવસમાં ભાવ 50 ટકા થયો

બજાર નિષ્ણાતોનું માનવું છે કે ખરીફ પાકના આગમન સુધી એટલે કે ડિસેમ્બર સુધી ડુંગળીના ભાવમાં હજુ પણ વધારો જોવા મળી શકે

Top Stories India
YouTube Thumbnail 2023 10 26T162338.770 તહેવાર સમયે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો, 15 દિવસમાં ભાવ 50 ટકા થયો

દેશમાં અત્યારે તહેવારની સિઝન ચાલી રહી છે ત્યારે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો. છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં 50 ટકા વધારો નોંધાયો. ડુંગળીની કિમંતમાં બેન્ચમાર્ક મનાતા એવા મહારાષ્ટ્રના લાસલગાંવ APMCમાં ડુંગળીના ભાવમાં 50% થી વધુનો વધારો થયો છે. જ્યારે રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ડુંગળીના ભાવમાં 25-30 ટકાનો વધારો થયો છે.

images 1 તહેવાર સમયે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો, 15 દિવસમાં ભાવ 50 ટકા થયો

મીડિયા રિપોર્ટસ મુજબ છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 18 ટકાનો વધારો થયો છે. પખવાડિયા પહેલા 24 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થતી ડુંગળી છેલ્લા 10 દિવસમાં 45 થી 48 રૂપિયા પ્રતિ કિલોએ પંહોચ્યો છે. રાજધાની દિલ્હીમાં શ્રેષ્ઠ ગુણવત્તાની ડુંગળીનો ભાવ પ્રતિ કિલોએ 50 થી 70 રૂપિયોએ પંહોચી ગયો છે. મહારાષ્ટ્રના બજારમાં પણ સારી ગુણવત્તાની ડુંગળી લગભગ સમાન ભાવે વેચાઈ રહી છે. કેટલીક જગ્યાએ ડુંગળીના ભાવ 60થી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

બજાર નિષ્ણાતોનું માનવું છે કે ખરીફ પાકના આગમન સુધી એટલે કે ડિસેમ્બર સુધી ડુંગળીના ભાવમાં હજુ પણ વધારો જોવા મળી શકે. ડુંગળી પણ એક ખરીફ પાક છે જે સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં લણવામાં આવે છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં વાવણી વિસ્તારમાં અંદાજે 36 ટકાનો ઘટાડો થતા ભાવમાં વધારો થયો હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે. છેલ્લા બે વર્ષમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ખેડૂતોને નુકસાન થતા તેમજ સામાન્ય કરતાં ઓછા વરસાદને કારણે ખરીફ પાક એવા ડુંગળીના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકારે ખરીફ પાકમાં વિલંબ અને ઓછી વાવણીને કારણે વધતા ભાવને રોકવા માટે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદી હતી. આ ફી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા ભાવ પર નિયંત્રણ લાદવા સ્થાનિક ઉપલબ્ધતા સુધારવા પ્રયાસ કર્યા. જે અંતર્ગત બફર સ્ટોક મર્યાદા 3 લાખ ટનથી વધારીને 5 લાખ ટન કરવાનો પણ નિર્ણય લીધો.


whatsapp ad White Font big size 2 4 તહેવાર સમયે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો, 15 દિવસમાં ભાવ 50 ટકા થયો


આ પણ વાંચો : PM Modi Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા શિરડી, સાંઈબાબાના મંદિરમાં કરી પૂજા અર્ચના

આ પણ વાંચો : બાળકો પર અત્યાચાર/ સાબરકાંઠાના ખેરોજમાં 13 બાળકોને અપાયા ડામ, તંત્ર દ્વારા લેવાશે તપાસ પગલાં

આ પણ વાંચો : Rajasthan/ સીએમ અશોક ગેહલોતના પુત્રને EDએ પાઠવ્યું સમન્સ