PM Modi Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા શિરડી, સાંઈબાબાના મંદિરમાં કરી પૂજા અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે છે. સૌથી પહેલા તેઓ શિરડી પહોંચ્યા જ્યાં તેમણે સાંઈબાબાના મંદિરમાં પૂજા અર્ચના કરી.

Top Stories India
YouTube Thumbnail 2023 10 26T144203.778 વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા શિરડી, સાંઈબાબાના મંદિરમાં કરી પૂજા અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિરડી પહોંચ્યા છે જ્યાં તેમણે સાંઈબાબા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. પીએમ મોદી તેમના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ લોન્ચ કરશે. આ સાથે તેઓ મહારાષ્ટ્રમાં આશરે રૂ. 7,500 કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન

સાંઈબાબા મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન નિલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે. શિરડીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં, તેઓ સ્વાસ્થ્ય, રેલ, રસ્તા અને તેલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 7500 કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે, કેટલાક રાષ્ટ્રને સમર્પિત કરશે અને કેટલાકનો શિલાન્યાસ કરશે.

વડાપ્રધાને ઓક્ટોબર 2018માં શિરડીમાં દર્શન કતાર સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. નીલવંડે ડેમ (85 કિલોમીટર)ના ડાબા કાંઠે કેનાલ નેટવર્ક કે જે વડા પ્રધાન રાષ્ટ્રને સમર્પિત કરશે તે પાણીની પાઈપ વિતરણ નેટવર્ક પ્રદાન કરીને સાત તાલુકાઓમાં (છ અહમદનગર જિલ્લામાં અને એક નાસિક જિલ્લામાંથી એક) 182 ગામોને લાભ કરશે. તેને લગભગ 5177 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે.

‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’નો પ્રારંભ

જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ લોન્ચ કરશે. આ યોજનાથી મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 86 લાખથી વધુ લાભાર્થીઓને દર વર્ષે 6,000 રૂપિયાની વધારાની રકમ પ્રદાન કરીને લાભ થશે. વડાપ્રધાન અહમદનગર સિવિલ હોસ્પિટલમાં આયુષ હોસ્પિટલ સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન અહમદનગર સિવિલ હોસ્પિટલમાં માતૃ અને બાળ સ્વાસ્થ્ય વિંગનો શિલાન્યાસ કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને ઓનરશિપ કાર્ડનું પણ વિતરણ કરશે.

પીએમ મોદી 37મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

મહારાષ્ટ્ર બાદ તેઓ ગોવા જવા રવાના થશે જ્યાં તેઓ માર્ગો ખાતે પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં 37મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ ગેમ્સમાં ભાગ લેનાર એથ્લેટ્સને પણ સંબોધિત કરશે.ગોવામાં પ્રથમ વખત નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે. આ ગેમ્સનું આયોજન 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. દેશભરમાંથી 10,000 થી વધુ રમતવીરો 28 સ્થળો પર 43 થી વધુ રમતગમતની શાખાઓમાં ભાગ લેશે.


whatsapp ad White Font big size 2 4 વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા શિરડી, સાંઈબાબાના મંદિરમાં કરી પૂજા અર્ચના


આ પણ વાંચો:ખેડૂતોના હિતમાં કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું છે….

આ પણ વાંચો:‘હું લેખિતમાં આપી રહ્યો છું, હવે મોદી સરકાર નહીં આવે…’, જાણો કોને કહી આ વાત

આ પણ વાંચો:આ છે એ દિવસ જયારે દુનિયામાંથી સૌથી વધારે લોકો મૃત્યુ પામે છે, અભ્યાસમાં સામે આવ્યું આ ‘રહસ્ય’

આ પણ વાંચો:ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે