બાળકો પર અત્યાચાર/ સાબરકાંઠાના ખેરોજમાં 13 બાળકોને અપાયા ડામ, તંત્ર દ્વારા લેવાશે તપાસ પગલાં

સાબરકાંઠા જિલ્લાના ખેરોજની નચિકેતા વિદ્યા સંસ્થા દ્વારા બાળકોને ડામ આપવાની વાતની ચર્ચાએ જોર પકડ્યુ છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 10 26T121922.749 સાબરકાંઠાના ખેરોજમાં 13 બાળકોને અપાયા ડામ, તંત્ર દ્વારા લેવાશે તપાસ પગલાં
  • સાબરકાંઠાઃ ખેડબ્રહ્માના ખેરોજની બાળકોને ડામ આપ્યાનો મામલો
  • નચિકેતા વિદ્યાલય સંસ્થામાં બાળકોને ડામ આપ્યાનો મામલો
  • સંસ્થાની શાળા કરે છે આદિવાસી બાળકો નિવાસ
  • 13 બાળકો મસ્તી કરતા હોવાથી ડામ આપ્યાની લેખિત રજૂઆત

 ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજમાં આવેલી નચિકેત વિદ્યા સંસ્થાનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નચિકેતા વિદ્યા સંસ્થામાં 13 બાળકોને ડામ આપી તાલિબાની સજા આપવામાં આવી હતી. આ મામલે વાલીઓની લેખિતમાં રજૂઆત કરી છતાં કાર્યવાહી ન થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મામલે વહીવટી તંત્ર દ્વારા તપાસ કરીને પગલાં ભરવામાં આવશે.

આ અંગે મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ખેરોજની નચિકેતા વિદ્યા સંસ્થા દ્વારા બાળકોને ડામ આપવાની વાતની ચર્ચાએ જોર પકડ્યુ છે. નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતી નચિકેતા વિદ્યાલયમાં 13 જેટલા નાના વિદ્યાર્થીઓને ડામ આપવાની વાત ચર્ચાઇ રહી છે. આ કેસમાં વાલીઓ દ્વારા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ 13 જે઼ટલા વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોવાથી તેમને ડામ આપ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોવાથી ડામ આપવામાં આવ્યા હોવાનો સંચાલકોએ દાવો કર્યો છે. મહત્ત્વનું છે કે, આ મામલે વહીવટી તંત્ર દ્વારા તપાસ કરીને પગલાં ભરવામાં આવશે. બીજી તરફ સંસ્થામાં હાજર રહેલા કર્મચારી સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે સંસ્થામાં કોઈ હાજર નહોતું તે સમયે બાળકો દ્વારા અંદરો અંદર આ કાર્ય કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 સાબરકાંઠાના ખેરોજમાં 13 બાળકોને અપાયા ડામ, તંત્ર દ્વારા લેવાશે તપાસ પગલાં


આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા

આ પણ વાંચો:HCએ GIDC પ્લોટ ટ્રાન્સફર પર GSTની કાર્યવાહી પર આપ્યો સ્ટે

આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ