જામનગર/ ગુજરાતનું વિદેશમાં વધાર્યું ગૌરવ, યુવા ક્રિકેટરે લંડનમાં ક્રિકેટ લીગમાં આપ્યું શાનદાર પરફોર્મન્સ

મૂળ જામનગરના યુવા ખેલાડી ધર્મવીર સિંહ જાડેજાની થોડા સમય પહેલા ઇંગ્લેન્ડમાં લંડન ખાતે ખ્યાતનામ ક્રિકેટ ક્લબમાં પસંદગી કરવામાં આવી હતી.

Gujarat Others
YouTube Thumbnail 2023 10 26T124018.574 ગુજરાતનું વિદેશમાં વધાર્યું ગૌરવ, યુવા ક્રિકેટરે લંડનમાં ક્રિકેટ લીગમાં આપ્યું શાનદાર પરફોર્મન્સ

@સંજય વાધેલા

Jamnagar News: જામનગરમાંથી ક્રિકેટ ક્ષેત્રે અનેક પ્રતિભાવો ઊભરી રહી છે અને જામનગરે અનેક વિશ્વકક્ષાના ખ્યાતનામ ક્રિકેટરો આપ્યા છે, ત્યારે જામનગરના વધુ એક યુવા અને પ્રતિભાશાળી ક્રિકેટરે વિદેશની ધરતી પર ક્રિકેટ ક્ષેત્રે જામનગરનું ગૌરવ વધાર્યું છે.

મૂળ જામનગરના યુવા ખેલાડી ધર્મવીર સિંહ જાડેજાની થોડા સમય પહેલા ઇંગ્લેન્ડમાં લંડન ખાતે ખ્યાતનામ ક્રિકેટ ક્લબમાં પસંદગી કરવામાં આવી હતી અને ત્યારબાદ તાજેતરમાં યોજાયેલ મિડલસેક્સ કાઉન્ટી ક્રિકેટ લીગમાં આ યુવા ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરી જામનગરનું નામ અને ગૌરવ વિદેશમાં પણ વધાર્યું છે.

3e0061fb 85d5 4739 adf9 33c04ebc3fa3 1698303408540 ગુજરાતનું વિદેશમાં વધાર્યું ગૌરવ, યુવા ક્રિકેટરે લંડનમાં ક્રિકેટ લીગમાં આપ્યું શાનદાર પરફોર્મન્સ

મુળ ગામ ભંગડા અને હાલ જામનગર નિવાસી ઘરમવિરસિંહ દિલિપસિંહ જાડેજા જેઓ યુકે (લંડન) મા ચાલી રહેલ મિડલસેકસ કાઊન્ટી ક્રિકેટ લિગમાં ટીમ ઓલ્ડ આઇઝલર્વથ કલબ તરફથી રમતા તેઓએ શાનદાર પ્રદશન કરેલુ છે અને ધરમવિસિંહ જાડેજાને કાઊન્ટી લિગમા ડ્રાઈસ્ટ વિકેટ ટેકરનો એર્વોડ પણ મળેલ છે. અને ઓલ્ડ આઇઝલર્વથ ક્રિકેટ કલબ વતી તેને પ્લેયર ઓફ ધ પર પણ આપવામાં આવ્યુ છે.

ધરમવિરસિંહ જાડેજા કે જેઓ લેફ્ટ આફ લેફટ આર્મ સ્પીનર છે તેણે આ સીઝનમા 42 વિકેટ મળેલ છે તેઓને આસિધ્ધી હાંસલ કરવાબદલ ઓલ્ડ આઇઝલર્યથ ક્રિકેટ કલબ તરફથી તેમનું સન્માન કરવા સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. જામનગરમાંથી પણ આ યુવા ખેલાડી માટે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતનું વિદેશમાં વધાર્યું ગૌરવ, યુવા ક્રિકેટરે લંડનમાં ક્રિકેટ લીગમાં આપ્યું શાનદાર પરફોર્મન્સ


આ પણ વાંચો:જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત

આ પણ વાંચો:100 કરોડનોનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગી ગયો સુરતનો વિજય માલિયા, થયા અનેક ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો:સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી

આ પણ વાંચો:દ્વારકામાં યોજાશે આહીર સમાજનો રાસોત્સવ, 37 હજાર મહિલાઓ રચશે વર્લ્ડ રેકોર્ડ