વરસાદ/ નોરતાનાં બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રાત્રે ખેલૈયાઓનાં રંગમાં પડી શકે છે ભંગ

ગુજરાતીઓનો ગમતો તહેવાર એટલે નવરાત્રિ. આ નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે સરકારે શેરી ગરબાની છૂટ આપી છે.

Top Stories Ahmedabad Gujarat
વરસાદ
  • અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ
  • અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ
  • નારણપુરા,શાસ્ત્રીનગર સહિત ભાગોમાં વરસાદ
  • વસ્ત્રાપુર,પ્રેમચંદનગર,બોડકદેવ,મેમનગરમાં વરસાદ
  • અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
  • નોરતાનાં બીજે દિવસે પણ વરસાદી માહોલ
  • રાત્રે વરસાદ પડે તો ખેલૈયાનાં રંગમાં પડી શકે ભંગ

ગુજરાતીઓનો ગમતો તહેવાર એટલે નવરાત્રિ. આ નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે સરકારે શેરી ગરબાની છૂટ આપી છે. પરંતુ નોરતાનાં બીજા દિવસે જ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી ખેલૈયાઓની ગરબે રમવાની ઇચ્છાઓ પર સવાલ ઉભો કરી દીધો છે.

વરસાદ

આ પણ વાંચો – Special Day / ભારતીય વાયુસેના દિવસે PM મોદીએ વીર યોદ્ધાઓ અને તેમના પરિવારને પાઠવી શુભેચ્છાઓ

આપને જણાવી દઇએ કે, આજે સવારથી જ અમદાવાદ શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમા ખાસ કરીને નારણપુરા, શાસ્ત્રીનગર, વસ્ત્રાપુર, પ્રેમચંદનગર, બોડકદેવ, મેમનગરમાં વરસાદે એન્ટ્રી કરી છે. આ જોતા લાગી રહ્યુ છે કે, આજે રાત્રે પણ વરસાદ પડી શકે છે, જો તેમ થાય છે તો ખેલૈયાનાં રંગમાં ભંગ પડી શકે છે. જણાવી દઇએ કે, ગુરુવારેે અમદાવાદ શહેેરમાં દિવસ દરમિયાન ઉકળાટ રહ્યા પછી સાંજનાં સમયે શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરનાં શાહીબાગ, વાડજ, આશ્રમરોડ, એસજી હાઈવે પર લગભગ પોણો કલાક જેટલો સમય ધોધમાર વરસાદ થયો હતો. આ સિવાય શહેરના ઘણાં વિસ્તારો એકદમ કોરા રહ્યા હતા. નવરાત્રી ટાણે રાજ્યમાં વરસાદની સંભાવના ફરી એકવાર વધતી દેખાઈ રહી છે. રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.

વરસાદ

જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાનાં ખંભાળિયામાં થયો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદનાં કારણે વરસાદની ઘટ હવે પુરી થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ એક મહિનામાં થયેલા વરસાદને કારણે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં તારાજી જેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે 70 ટકા વરસાદ થયો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ રહેતા જળાશયોમાં પાણીની આવક હજુ વધી નથી. રાજ્યમાં સીઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયો છે.

વરસાદ

આ પણ વાંચો – ગુજરાત / સુરતમાં જન્મ દિવસની પાર્ટીમાં બોલાવવામાં આવી બાર ડાન્સર, જુઓ Video

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે જેમાં આજે બીજુ નોરતું થવાનું છે. તેવામાં નવરાત્રી દરમિયાન થનારો વરસાદ ખેલૈયાઓનાં રંગમાં ભંગ પાડી શકે છે. જોકે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માત્ર શેરી ગરબાને જ મંજૂરી આપી છે. જેમાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં થતા ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે હવે દિવસમાં પડી રહેલો વરસાદ ખેલૈયાઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ વર્ષે એક નોરતુ ઓછુ છે ત્યારે ખેલૈયાઓ એક પણ નોરતાનો આનંદ માણવાનું ટાળવા માંગતા નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…