- સુરતમાં જન્મદિનની ઉજવણીનો વીડિયો વાયરલ
- જન્મ દિવસની પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી
- ભાગાતળાવ વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી
- બાર ડાન્સર પર ચલણી નોટો ઉડાવી
- કોવિડ ગાઈડલાઈનના ઉડયા ધજાગરા
બે દિવસ પહેલા 100 ટકા વેક્સિનેશનને લઇને સુરત શહેરનાં રહેવાસીઓનાં ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. આજે ફરી સુરત શહેર ચર્ચામાં આવ્યુ છે. જો કે આ વખતે કોઇ સારા કાર્યને લઇને નહી પણ એક વિવાદિત વાયરલ વીડિયોને લઇને સુરત ચર્ચામાં આવ્યુ છે.
આ પણ વાંચો – મોટા સમાચાર / RBI એ વ્યાજદરમાં નથી કર્યો કોઇ ફેરફાર, સસ્તી Home લોનની આશાઓ પર ફેરવાયુ પાણી
આપને જણાવી દઇએ કે, એક વીડિયો સામે આવ્યો છે, જેને લઇને કહેવાઇ રહ્યુ છે કે આ વીડિયો સુરતનો છે, જ્યા એક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમા બાર ડાન્સરને બોલાવી બિભત્સ ડાન્સ કરવામાં આવ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ભાગાતળાવ વિસ્તારમાં જન્મદિવસની આ ઉજવણી કરવામાં આવી હતી, જેમા બાર ડાન્સરને બોલાવવામાં આવી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે, બાર ડાન્સર પર લોકો પૈસા ઉડાવી રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બિભત્સ ડાન્સ સમયે ત્યા નાના બાળકો પણ હાજર દેેખાઇ રહ્યા છે. જેમા એક નાની છોકરી તે બાર ડાન્સર પર પૈસા ઉડાડતી પણ નજરે ચઢે છે. આ પાર્ટીમાં કોરોના ગાઇડલાઇનનો પણ ભંગ કરવામાં આવ્યો હતો.
જુઓ સમગ્ર અહેેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
