Mhesana News: મહેસાણા શહેરમાં હની ટ્રેપનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. રાધે હોસ્પિટલના એનેસ્થેશિયા ડૉક્ટર મહેશ મોદી વર્ષોથી બ્લેકમેઇલીંગનો ભોગ બન્યા બાદ આખરે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા મજબૂર બન્યા.
પરિચયથી ફસાવટ સુધીની વાર્તા
વર્ષ 2012માં ડૉ. મહેશ મોદીની ઓળખ તેની જ મકાન લેવા 18 લાખ રૂપિયાનું ઉછીના આપ્યા હતા.
[fvplayer id=”123″]
બ્લેકમેઇલીંગની શરૂઆત
લાંબા સમય બાદ જ્યારે ડૉક્ટરે રકમની ઉઘરાણી શરૂ કરી, ત્યારે રીટા અને તેના પુત્ર મયુરે કાવતરું રચ્યું. રીટાએ ડૉક્ટરને પોતાના ઘરે બોલાવી કપડાં ઉતારી નાખ્યા અને બળજબરીથી ડૉક્ટરના પણ કપડાં ઉતારી વિડીયો બનાવી લીધો.
બ્લેકમેઇલીંગ સાથે શોષણ
આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને માતા-પુત્રે ડૉ. મહેશ મોદીને વારંવાર પૈસા પડાવ્યા. લાખો રૂપિયાનું શોષણ થતાં ડૉક્ટર વર્ષોથી આ બ્લેકમેઇલીંગ સહન કરતા રહ્યા.
અંતે ત્રાસ સહન ન કરી શકતા ડૉ. મહેશે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે સ્વીપર રીટા રાવત અને તેનો પુત્ર મયુર રાવત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહેસાણામાં સામે આવેલો આ હની ટ્રેપ કેસ દર્શાવે છે કે વિશ્વાસનો દુરુપયોગ કેવી રીતે લોકોને આર્થિક અને માનસિક શોષણનો ભોગ બનાવે છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:બનાસકાંઠાના દિયોદરમાં યુવકનું હાર્ટએટેકથી મોત
આ પણ વાંચો:બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ
આ પણ વાંચો:બનાસકાંઠા: SDRF ટીમે રેસ્ક્યુ કરી 8 લોકોને બચાવ્યા

