ભણે ગુજરાત?/ સરકારના સ્માર્ટ સ્કૂલોના દાવા પોકળ, હારીજમાં શિક્ષણ થયું પાણીમાં ગરકાવ

હારીજની એવી એક પ્રાથમિક શાળા જેમાં બાળકોનું ભણતર પાણીમાં એવા દ્રશ્યો થયા મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ…

Top Stories Gujarat Others
  • સરકારના સ્માર્ટ સ્કૂલોના દાવા પોકળ સાબિત કરતી ખેમાસર પ્રાથમિક શાળા
  • હારીજમાં શિક્ષણ થયું પાણીમાં ગરકાવ
  • પ્રાથમિક શાળાની હાલત દયનિય સ્થિતિમાં

શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત, ભણે ગુજરાત જેવા સરકારના નારાઓ વચ્ચે ગુજરાતની સરકારી શાળાઓની હાલત બાદથી બદત્તર હોવાનું સામે આવી રહ્યું છે. સરકારના ભણે ગુજરાત ના નારાઓનો છેદ ઉડાડી બાળકોની કફોળી હાલત, જર્જરિત શાળા, કે બાળકો શાળાની સફાઈ કરતાં સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. ત્યાં હવે બનાસકાંઠા જિલ્લાન હારીજમાં થી એક એવી શાળા સામે આવી છે. જ્યાં બાળકો ઘૂંટણ સામા પાણીમાં ચાલીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. શાળા જવાના માર્ગ ઉપર અને વર્ગ ખંડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસરવાનું નામ નથી.

હારીજમાં ખેમાસર વિસ્તરમાં આવેલ પ્રાથમિક શાળાના બાળકો ગુટણસમાં પાણીમાં ચાલીને અભ્યસ કરવા મજબૂર બન્યા છે. અવિરત વરસાદને પગલે સ્કૂલના મેદાન અને વર્ગખંડો પાણીમાં ગરકાવ થયા છે. બાળકો વરસાદી પાણી વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાના મેદાનમાં ઘૂંટણ સમાં પાણી ભરાતા બાળકો પાણીમાં ચાલી અભ્યાસ કરી રહ્યા છે. જો આ પાણીમાં કોઈ ઝેરી સર્પ જેવુ પ્રાણી હોય અને બાળકોને કરડે તો તેની જવાબદારી કોની ?

શાળાના કલાસરૂમ સહિત બેંચ ટેબલ પણ પાણીમાં ગરકાવ થયા છે. સ્કૂલ દ્વારા તંત્રને અનેકવાર રજુઆત છતાં ઘોર નિંદ્રામાં પોઢેલા તંત્રની આંખો ખૂલી નથી રહી. ગંદા પાણી વચ્ચે રોગચાળાની ભીતી સેવાઈ રહી છે. છેલ્લા દસ વર્ષથી શાળામાં ચોમાસાના વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે. પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.  પ્રાથમિક શાળાનું સ્થળાંતર કરવા વાલીઓએ માંગ કરીછે.  શાળાની દયનિય સ્થિતિ વચ્ચે બાળકો કેવી રીતે ભણશે જેની વાલીઓમાં ચિંતા વ્યાપી જવા પામી છે.  તો હવે કયારે ભુલકાઓના ભવિષ્યની સંભાળ લેવાશે એતો સમય બતાવશે.

ચાલુ વર્ષે શાળા પ્રવેશઉત્સવ ની શરૂઆત પણ 23 જૂનના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠા જીલ્લામાં વડગામ ખાતે આવેલા મેમદપૂરની શાળાથી કરવામાં આવી હતી. છ્ત પણ આ જ જિલ્લાની શાળાઓની આટલી કફોળી  હાલત ?

Science / અવકાશમાં બ્લેક હોલના સૌથી મોટા જેટની કરાઇ શોધ