કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજધાની દિલ્હીમાં દર વર્ષે યોજાતી પરેડમાં આ વખતે પશ્ચિમ બંગાળનું ઝંખી જોવા મળશે નહીં. 26 જાન્યુઆરીએ યોજાનારી ભવ્ય પરેડમાં, દેશનાં જુદા જુદા રાજ્યોની ઝાંખી બહાર આવે છે, પરંતુ આ વખતે ગૃહમંત્રાલયે પરેડ માટે પશ્ચિમ બંગાળની ઝાંખીને સ્વીકારી નથી. નિષ્ણાંત સમિતિએ બુધવારે 2 રાઉન્ડની બેઠક બાદ પશ્ચિમ બંગાળનાં પ્રસ્તાવને નકારી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગૃહ મંત્રાલય દ્વારા 2020 નાં પ્રજાસત્તાક દિનની પરેડ માટે 56 ઝાંખીયાઓનો પ્રસ્તાવ મળ્યો હતો. તેમાંથી 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મંત્રાલય કે વિભાગ તરફથી આવ્યા હતા. પ્રજાસત્તાક દિનની પરેડ અંગેની પાંચ રાઉન્ડની બેઠક બાદ, 56 ઝાંખીઓનો પ્રસ્તાવમાંથી, 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 22 દરખાસ્તો અને 6 મંત્રાલયો અને વિભાગોને આ વખતે પરેડમાં ભાગ લેવા માટે ટૂંકી યાદીમાં મૂકવામાં આવ્યાં છે. જણાવી દઇએ કે, પસંદ કરેલી દરખાસ્તોમાં પશ્ચિમ બંગાળની ઝાંખીનો પ્રસ્તાવ નથી.
ઉલ્લેખનીય છે કે, સીએએ અને એનઆરસીને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચેનો સંઘર્ષ જહ જાહેર છે. પ્રજાસત્તાક દિનની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીઓની ગેરહાજરીથી બંને સરકારો વચ્ચે ટકરાવની પૂરી સંભાવનાઓ છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2018 માં પણ પશ્ચિમ બંગાળની ઝાંખીને પરેડમાં શામેલ કરવામાં આવી ન હોતી અને આ વખતે તેની દરખાસ્તને નકારી કાઠવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
