અકસ્માત/ જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત

જેતપુરમાં સામે આવી રહી છે. જેમાં જેતપુરના રબારીકા રોડ ઉપર કારખાનામાં આવેલ ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

Gujarat Others
YouTube Thumbnail 2023 10 26T115135.291 જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત
  • જેતપુર: ટેન્કર નીચે આવી જતા 2 વર્ષના બાળકનું મોત
  • રબારીકા રોડ ઉપર આવેલ પિતૃકૃપા ઉદ્યોગ નગરનો બનાવ
  • રમતા સમયે ભાગવા જતા અચાનક ટેન્કર નીચે આવી ગયો
  • મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો

જેતપુરમાં સામે આવી રહી છે. જેમાં જેતપુરના રબારીકા રોડ ઉપર કારખાનામાં આવેલ ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જે અંગે જાણ થતા પરિવારના લોકોમાં કાળો કલ્પાંત ફેલાયો હતો.તે પછી મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પોસ્ત્મોર્ત્મ માટે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યાં જેતપુર ઉદ્યોગ નગર પોલીસ ઘટના સ્થળ પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અમુસાર,બુધવારે સાંજના છએક વાગ્યાના આસપાસ હું કારખાનમાં મજુરી કામ કરતો હતો ત્યારે મારી પત્નિ મારા દિકરા રીહાનને લોહી-લુહાણ હાલતમા લઈને આવેલ અને મને વાત કરેલ કે પાણીનું ટેન્કર આપડી ઓરડી આગળથી પસાર થતા તે ટેન્કરના વ્હિલના જોટામા નીચે આવી જતા ઈજા થયેલ છે અને ખોપરી ફાટી ગયેલ છે. આંતરડા બહાર નિકળી ગયેલ છે.

કારખાના મેહતાજી હરેશભાઈ તથા અમારા શેઠ શનીભાઈ તથા બીજા કારખાના કામ કરતો માણસો પણ આવી ગયેલ. મારા દિકરાને જેતપુર સરકારી હોસ્પિટલમાં લઈ આવતા ડોક્ટરે મૃત જાહેર કરેલ. અહીં મૃતદેહનું પીએમ કરાવેલ. અમારા શેઠ શનીભાઈએ મને વાત કરેલ કે ટેન્કર નંબર- જીજે -12-એક્સ -3596નો ચાલક પ્રતાપભાઈ શાર્દુલભાઈ તગમડીયા (રહે. ક્રિષ્ના પાર્ક, સરદાર ચોક, જેતપુર) કારખાનાનું કેમિકલ યુક્ત ખરાબ પાણી ભરીને જેતપુર, ભાદરના સાંમા કાંઠે એસોસીએશનના સંપમાં ખાલી કરવા માટે જતો હતો ત્યારે રીહાન ટેન્કરના વ્હિલના નીચે આવી ગયો હતો. આ બનાવ વખતે મારી પત્ની ઓરડીમાં રસોઈ બનાવતી હતી અને રિહાન બીજા બાળકો સાથે ત્યાં ખુલ્લામાં રમતો હતો.

ફરિયાદ પરથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે ટેન્કર ચાલક પ્રતાપભાઈ શાર્દુલભાઈ તગમડીયા (રહે. ક્રિષ્ના પાર્ક, સરદાર ચોક, જેતપુર) સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. આ તરફ બાળકના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.


whatsapp ad White Font big size 2 4 જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત


આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા

આ પણ વાંચો:HCએ GIDC પ્લોટ ટ્રાન્સફર પર GSTની કાર્યવાહી પર આપ્યો સ્ટે

આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ