- દિલ્લીની ટીમના અમદાવાદમાં દરોડા
- સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની ટીમના દરોડા
- અમદાવાદમાં દવાની 3 કંપનીઓ પર દરોડા
Ahmedabad News:દિલ્હીની સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સની ટીમ દ્વારા અમદાવાદની ત્રણ દવાની કંપનીઓમાં દરોડા પાડવામાં આવ્યા છે. અલગ-અલગ કંપનીઓમાંથી નશીલી દવાના 194 જેટલા બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે.જણાવીએ કે, પાર્કોટીક હેલ્થ કેર કંપની, કોપીડ હેલ્થસ્યુટીકલ્સ કંપની અને નૈમિદ હેલ્થસ્યુટીકલ્સ કંપની પર દરોડા પડ્યા છે. નશીલી દવાઓની કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા છે. દવાઓની 3 કંપની પર દરોડા પાડ્યા છે. પાર્કોટીક હેલ્થ કેર, કોપીડ હેલ્થસ્યુટીકલ્સ અને નૈમિદ હેલ્થસ્યુટીકલ્સ પર દરોડા છે.
અમદાવાદમાં પાલડી નજીક સ્પાન ટ્રેડ સેન્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ડ્રગ્સની માહિતી મળ્યા બાદ NCIએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.દરોડા બાદ વધુ માહિતી સામે આવે તેવી અટકળો પણ લગાવવામાં આવી છે.
બીજી તરફ પોલીસે મુખ્ય માસ્ટર માઇન્ડ જીતેશ પટેલ અને તેના ભાગીદાર સંદીપકુમાર કુમાવત સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓ ફેક્ટરીમાં કેટામાઇનને મોટાપ્રમાણમાં તૈયાર કરીને તેને દવાની આડમાં પાર્સલ કરીને અમેરિકા અને ઇગ્લેન્ડ જેવા દેશોમાં સપ્લાય કરતા હતા. ડ્રગ્સના કેસની તપાસમાં આગામી સમયમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ
આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….
આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર
આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર