સુરેન્દ્રનગર/ વઢવાણના આઠ તાલુકાના સરપંચો અને ખેડૂતો દ્વારા નર્મદાના નીર ન મળે તો, આગામી ચૂંટણી બહિષ્કારની ચીમકી

વઢવાણ પંથકના હજુ પણ અનેક ગામડાઓમાં નર્મદાના નીર નહીં મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ ગામડામાં નર્મદાના નીર મળે તે માટે ગામના ખેડૂતો સાથે હવે સરપંચો પણ આગળ આવ્યા છે

Gujarat
Untitled 2 3 વઢવાણના આઠ તાલુકાના સરપંચો અને ખેડૂતો દ્વારા નર્મદાના નીર ન મળે તો, આગામી ચૂંટણી બહિષ્કારની ચીમકી

વઢવાણ પંથકના હજુ પણ અનેક ગામડાઓમાં નર્મદાના નીર નહીં મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ ગામડામાં નર્મદાના નીર મળે તે માટે ગામના ખેડૂતો સાથે હવે સરપંચો પણ આગળ આવ્યા છે. ત્યારે વઢવાણના 8 તાલુકાના સરંપચો અને ખેડૂતોએ જો આગામી સમયમાં નર્મદાના નીર મળતા નહીં થાય વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરતા ચકચાર ફેલાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલ ખેડૂતો સાથે લોકો માટે પણ જીવાદોરી બની રહી છે.

આ પણ વાંચો:આપઘાતનો પ્રયાસ /  ગાંધીનગરની કેનાલ બની ડેથ પોઇન્ટ, સુઘડ કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું

પરંતુ જિલ્લામાં હાલમાં પણ અનેક જગ્યાઓ પર નર્મદાના નીર ન પહોંચતા હોવાની રાવ ઉઠી છે. તેમાંય ખાસ કરીને વઢવાણ પંથકના કેટલાક ગામડાઓમાં પણ હજુ નર્મદા કેનાલના દર્શન ન થયા હોવાની બૂમરાળ જાગી છે. ત્યારે વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે તાજેતરમાં જ નવા ચૂંટાયેલા સરપંચ ગીરીરાજસિંહ ઝાલા દ્વારા રૂપાવટી ગામને ખેતી સિંચાઇ માટે કેનાલથી નર્મદાનું પાણી મળે તે માટે રૂપાવટી ગ્રામજનોને રાત્રે ભેગા કરીને એક મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં ખોડુ, વેળાવદર, રૂપાવટી, રાયગઢ, રાવળીયાવદર, પાંડવરા, નગરા, પ્રાણગઢ સહિત 8 ગામોના સરપંચો પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:Bollywood / પીઢ અભિનેતા રમેશ દેવનું 93 વર્ષની વયે અવસાન, અમિતાભ બચ્ચન-શત્રુઘ્ન સિંહા સાથે કામ કર્યું

બધા ગામોમાં સિંચાઇ માટે નર્મદા નીર માટે જનજાગૃતિ લાવવા તેમજ સરકાર પાસે માગણી કરવા સહિતની ચર્ચા-વિચારણા કરાઈ હતી. અને નર્મદાની કેનાલ રૂપાવટી ગામ સુધી લાવવા માટે સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કર્યુ હતુ. આ ઉપરાંત જો નર્મદાનું સિંચાઈ માટે પાણી નહીં આપવામાં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવશે એવો સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં બાકરથળી ગામના રણજીતસિંહ ઝાલા તેમજ અન્ય ગામના સરપંચ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.