Gujarat/ રાજ્ય સરકારે પાળ્યું ખેડૂતોને આપેલું વચન, અત્યાર સુધી સરકારે 3,55,245 ખેડૂતોને ચૂકવણું કર્યુ

ચાલુ વર્ષ માં ખરીદ દરમ્યાન ઘણા જિલ્લામાં વરસાદ થવાથી ખેડૂતો ને નુકસાન થયું હતું. તે મુજબ કૃષિ રાહત પેકેજ 3700 કરોડ નું આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો. સહાય માટે 15,લાખ 7હજાર 598 ખેડુતો એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમની ખરાઈ કરી ને આજની તારીખે 1 વાગ્યા સુધી મા 3 લાખ 26 હજાર 215 ખેડૂતો ના ખાતામાં 265 કરોડથી વધુ રકમ ચૂકવાઈ ગઈ છે.

Top Stories Gujarat Others
gisfs 2 રાજ્ય સરકારે પાળ્યું ખેડૂતોને આપેલું વચન, અત્યાર સુધી સરકારે 3,55,245 ખેડૂતોને ચૂકવણું કર્યુ

સરકાર પાસે કુલ 15,19,586 ખેડૂતોની અરજી આવી હતી

સરકારે અત્યાર સુધી 2,85,04,27,335 રૂપિયા ચૂકવ્યા

બાકીના ખેડૂતોને ચૂકવણુંની કામગીરી ચાલી રહી છે

આજે બુધવાર કેબિનેટ ની બેઠક બાદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પત્રકારોસથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષ માં ખરીદ દરમ્યાન ઘણા જિલ્લામાં વરસાદ થવાથી ખેડૂતો ને નુકસાન થયું હતું. તે મુજબ કૃષિ રાહત પેકેજ 3700 કરોડ નું આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો. સહાય માટે 15,લાખ 7હજાર 598 ખેડુતો એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમની ખરાઈ કરી ને આજની તારીખે 1 વાગ્યા સુધી મા 3 લાખ 26 હજાર 215 ખેડૂતો ના ખાતામાં 265 કરોડથી વધુ રકમ ચૂકવાઈ ગઈ છે.

20 જીલ્લાના અલગ અલગ ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ ગઈ છે. સંબંધિત 20 જિલ્લાના ખેડૂતો એ હજુ બાકી હોય તેમણે એરજી કરી લેવી જોઈએ. 15લાખ ખેડુતો એ અરજી કરી છે. 31 ઓક્ટો.સુધી આ પ્રક્રિયા ચાલશે. ગઈકાલે 21 મી થી ટેકાના ભાવથી ખરીદી શરૂ થવાની હતી. પણ કેટલીક apmcની રજુઆત હતી કે હજુ વરસાદ ચાલુ હોવાથી ખેડુતો ને નુકશાન થશે. એટલે 5 દિવસ ખરીદી મોડી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

ભીની કે ભેજવાળી મગફળી હોય તો ખરીદાય નહીં તો ખેડૂતો ને નુકશાન થાય. માટે આ ટેક્નિકલ કારણો સર 5 દિવસ મોડી ખરીદી શરૂ કરી છે. રાજ્ય ના 13 જેટલા તાલુકામાં 50 mm જેટલો વરસાદ પડ્યો છે. પેટા ચૂંટણીની કામગીરી પૂર્ણ થયા બાદ નિર્ણય લેવામાં આવશે. સરકારે ફેરિયા શાકભાજી વાળા માટે છત્રી આપવાનો નિર્ણય કર્યો છે જેથી તે પણ ઠંડકમાં બેસે અને શાકભાજી પણ સારા રહે.