Not Set/ સેમીફાઈનલ પહેલા ભારતનો ધમાકો, શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

લિડ્સ, રોહિત શર્મા અને કેએલ રાહુલની સદીઓની મદદથી ભારતે શ્રીલંકાને 7 વિકેટે આસાનીથી હાર આપી હતી.રોહિત શર્માએ આ વર્લ્ડ કપની 5મી સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.રોહિતે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.સામે છેડે રહેલા રાહુલે પણ વર્લ્ડ કપની પહેલી સદી ફટકારતા 111 રન કર્યા હતા. શ્રીલંકાએ પહેલી બેટિંગ કરતા 264 રન કર્યા હતા.ભારતે […]

Top Stories Sports
tdfidwb સેમીફાઈનલ પહેલા ભારતનો ધમાકો, શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

લિડ્સ,

રોહિત શર્મા અને કેએલ રાહુલની સદીઓની મદદથી ભારતે શ્રીલંકાને 7 વિકેટે આસાનીથી હાર આપી હતી.રોહિત શર્માએ આ વર્લ્ડ કપની 5મી સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.રોહિતે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.સામે છેડે રહેલા રાહુલે પણ વર્લ્ડ કપની પહેલી સદી ફટકારતા 111 રન કર્યા હતા.

શ્રીલંકાએ પહેલી બેટિંગ કરતા 264 રન કર્યા હતા.ભારતે 43.3 ઓવરમાં 3 વિકેટે 265 રન કરી મેચ આસાનીથી જીતી હતી.

શ્રીલંકાએ પહેલી બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 264 કર્યા હતા.શ્રીલંકાની પહેલી 4 વિકેટ તો 55 રનમાં પડી ગઈ હતી.કરુણારતને(10), પરેરા (18) ,ફર્નાડો(20) અને મેનડીસ(3) સસ્તામાં આઉટ થઈ ગયા હતા.બુમરાહે બંને ઓપનરને ઝડપથી પેવેલીયન ભેગા કર્યા હતા.

એક તબક્કે તો એવું લાગતું હતું કે શ્રીલંકા 200 રન પણ નહીં કરી શકે,જોકે એન્જેલો મેથ્યુસે 113 રન કરી સદી ફટકારી શ્રીલંકાને રમતમાં પાછું લાવ્યું હતું.મેથ્યુસને થિરિમાને (53) સાથ મળ્યો હતો.મેથ્યુસ અને થિરિમાનેએ 124 રનની ભાગીદારી કરી હતી.ડિસિલ્વા એ 29 રન કર્યા હતા.

ભારત તરફથી માત્ર 37 રન આપી 3 વિકેટ ઝડપી હતી.જ્યારે ભુવનેશ્વર કુમાર,હાર્દિક પંડ્યા,જાડેજા અને કુલદીપ યાદવે દરેકે 1 – 1 વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી દાવની શરૂઆત ધમાકેદાર રહી હતી.રોહિત શર્માએ રેકોર્ડ બ્રેક પ્રદર્શન કરતા વર્લ્ડ કપની 5મી સદી ફટકારી હતી.રોહિતે 94 બોલમાં 103 રન કર્યા હતા.રોહિત અને રાહુલે 189 રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશીપ કરી હતી.રાહુલે વર્લ્ડકપની પહેલી સદી ફટકારતા 118 બોલમાં 111 રન કર્યા હતા.

વિરાટ કોહલી 34 અણનમ રન કર્યા હતા.

શ્રીલંકા તરફથી મલિંગા, રજીથ અને ઉદાનાએ 1 -1 વિકેટ લીધી હતી.

રોહિત શર્માને પ્લેયર ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.