Not Set/ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ બન્યું “અરુણ જેટલી સ્ટેડિયમ”, એક સ્ટેન્ડનું નામ “વિરાટ” કરાયું

જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાય ઉજવણી ટીમ ઈન્ડિયા હાજર રહી અરુણ જેટલી સ્ટેડિયમનાં સ્ટેન્ડનું નામ વિરાટ કોહલીના નામ પર ગ્રાઉન્ડનું નામ તો ફિરોઝ શાહ કોટલા જ રહેશે ગૃહમંત્રી અમિત શાહ અને રમત પ્રધાન કિરણ રિજિજુએ પણ ભાગ લીધો ગુરુવારે દિલ્હીના ફિરોઝેશ કોટલા સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું હતું. હવે તે અરૂણ જેટલી સ્ટેડિયમ તરીકે ઓળખાશે. આ સાથે સ્ટેડિયમનાં […]

Top Stories Sports
arun jetli stadium ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ બન્યું "અરુણ જેટલી સ્ટેડિયમ", એક સ્ટેન્ડનું નામ "વિરાટ" કરાયું
  • જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાય ઉજવણી
  • ટીમ ઈન્ડિયા હાજર રહી
  • અરુણ જેટલી સ્ટેડિયમનાં સ્ટેન્ડનું નામ વિરાટ કોહલીના નામ પર
  • ગ્રાઉન્ડનું નામ તો ફિરોઝ શાહ કોટલા જ રહેશે
  • ગૃહમંત્રી અમિત શાહ અને રમત પ્રધાન કિરણ રિજિજુએ પણ ભાગ લીધો

ગુરુવારે દિલ્હીના ફિરોઝેશ કોટલા સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું હતું. હવે તે અરૂણ જેટલી સ્ટેડિયમ તરીકે ઓળખાશે. આ સાથે સ્ટેડિયમનાં સ્ટેન્ડને ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનાં નામ પર રાખવામાં આવ્યું. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ પહેલાથી જ જણાવ્યું છે કે, સ્ટેડિયમનું નામ અરુણ જેટલી સ્ટેડિયમ હશે, જ્યારે મેદાનનું નામ ફિરોઝેશ કોટલા રહેશે. નવા નામકરણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ અને રમત પ્રધાન કિરણ રિજિજુએ પણ ભાગ લીધો હતો.

જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયેલા સમારોહમાં વિરાટ કોહલી, તેમની પત્ની અનુષ્કા શર્મા, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા. શુક્રવારે ટીમના ખેલાડીઓ ધર્મશાળા ટી-20 શ્રેણી માટે રવાના થવા માટે ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા.
વિરાટ કોહલીએ કહ્યું, ‘જ્યારે હું આજે ઘરેથી નીકળ્યો ત્યારે મેં મારા પરિવારને એક વાત કહી હતી.  મને યાદ છે કે મને 2001માં સ્ટેડિયમમાં રમત જોવા માટે ટિકિટ મળી હતી અને મેં ખેલાડીઓ પાસેથી ઓટોગ્રાફ માંગ્યો હતો. આજે મારા નામે સમાન સ્ટેડિયમમાં એક સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, આ એક વાસ્તવિક અને મહાન સન્માન છે.

00_091219075008.jpg

આપને જણાવી દઇએ કે,  24 ઓગસ્ટના રોજ અરૂણ જેટલીનું અવસાન થયું. તેઓ ડીડીસીએના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ના વાઇસ ચેરમેન હતા. અદ્યતન સુવિધાઓથી સજ્જ સ્ટેડિયમ બનાવવા અને દર્શકોની ક્ષમતામાં વૃદ્ધિ સાથેનું વર્લ્ડ ક્લાસ ડ્રેસિંગ રૂમ બનાવવાનું શ્રેય અરૂણ જેટલીને જાય છે.

ઉલ્લેખનીય છે કે, વિકેટકિપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકની અધ્યક્ષતામાં દક્ષિણ આફ્રિકાની ટીમ 15 સપ્ટેમ્બરના રોજ ધર્મશાળામાં પ્રથમ ટી-20 મેચ રમશે. બીજી અને ત્રીજી ટી -20 મેચ અનુક્રમે 18 અને 22 સપ્ટેમ્બરે મોહાલી અને બેંગલુરુમાં રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.