આરોપ/ શાહીન આફ્રિદીએ ન રમવો જોઈએ T20 વર્લ્ડ કપ, પાકિસ્તાની દિગ્ગજનું મોટું નિવેદન

ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને પણ T20 વર્લ્ડ કપ 2022 માટે પાકિસ્તાન ટીમમાં જગ્યા મળી છે શાહીન આફ્રિદી ઈજાના કારણે એશિયા કપમાં રમી શક્યો ન હતો અને તેની ઈજા હજુ પણ ઠીક થઈ નથી

Top Stories Trending Sports
4 34 શાહીન આફ્રિદીએ ન રમવો જોઈએ T20 વર્લ્ડ કપ, પાકિસ્તાની દિગ્ગજનું મોટું નિવેદન

ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને પણ T20 વર્લ્ડ કપ 2022 માટે પાકિસ્તાન ટીમમાં જગ્યા મળી છે. શાહીન આફ્રિદી ઈજાના કારણે એશિયા કપમાં રમી શક્યો ન હતો અને તેની ઈજા હજુ પણ ઠીક થઈ નથી. પરંતુ તેમ છતાં લંડનમાં સારવાર લઈ રહેલા શાહીન આફ્રિદીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

હવે પાકિસ્તાનના દિગ્ગજ ફાસ્ટ બોલર આકિબ જાવેદે શાહીન આફ્રિદી વિશે એક વિચિત્ર નિવેદન આપ્યું છે, જેના કારણે પાકિસ્તાની ચાહકો તેના પર ગુસ્સે થઈ શકે છે. આકિબ જાવેદે શાહીનને તેની ઈજાનું જોખમ ન લેવાની અને વર્લ્ડ કપમાંથી બહાર રહેવાની સલાહ આપી છે. આકિબ જાવેદનું માનવું છે કે શાહીન જેવો ક્રિકેટર વર્લ્ડ કપ કરતાં પણ વધુ મૂલ્યવાન છે.

આકિબ જાવેદે કહ્યું કે, ‘બે પ્રકારની ઇજાઓ છે. એક થાકને કારણે અને બીજું… શાહીનને ઈજા થઈ કારણ કે તેણે ફિલ્ડિંગ કરતી વખતે ડાઈવ લગાવી અને પછી આરામ કર્યો. આવા કિસ્સાઓમાં, તમે પહેલા પીડાથી સંપૂર્ણપણે છુટકારો મેળવો છો અને પછી પુનર્વસન શરૂ થાય છે. તેને પસંદગી માટે યોગ્ય જાહેર કરતા પહેલા તબીબી ટીમ ચોક્કસપણે તમામ બાબતોમાંથી પસાર થશે. શાહીન આફ્રિદી જેવા ફાસ્ટ બોલર રોજે રોજ જન્મ નથી લેતા. મારી સલાહ છે કે જો આ વર્લ્ડ કપ ન રમાય તો પણ શાહીનની કિંમત વર્લ્ડ કપ કરતાં વધુ છે.

શાહીનને શ્રીલંકા સામેની ગાલે ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે શાહીન આફ્રિદીને 4-6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. બાદમાં શાહીન આફ્રિદી સારવાર માટે લંડન ગયો હતો. ખાસ વાત એ છે કે પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે શાહીન પોતાના પૈસાથી સારવાર માટે લંડન આવ્યો છે. શાહિદના આ નિવેદન બાદ હંગામો થયો હતો.

શાહિદ આફ્રિદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘ક્યારેક ઘણી મુશ્કેલીઓ આવે છે. હવે હું શાહીન વિશે જ વાત કરું. શાહીનની જગ્યાએ કોઇ પણ હોઇ શકે છે.  હવે એ છોકરો પોતે ઈંગ્લેન્ડ ગયો. પોતાની ટિકિટ પર ગયો અને પોતાના જ પૈસા પર ત્યાં રોકાયો. તેણે ડૉક્ટર સાથે સંપર્ક કર્યો. અહીંથી મેં ડોક્ટરની વ્યવસ્થા કરી. ત્યાંથી તેણે ડોક્ટરનો સંપર્ક કર્યો. તેઓ બધું જાતે કરી રહ્યા છે. પીસીબી આમાં કશું કરી રહ્યું નથી. એવું નથી કે કોઇને ઇજાગ્રસ્ત થાય એટલે તેને છોડી દેવાનો..

હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ શાહિદ આફ્રિદી પર વળતો પ્રહાર કર્યો છે. રમીઝ રાજાએ  પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન આ સમગ્ર મામલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. રાજાએ યાદ અપાવ્યું કે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ દરમિયાન મોહમ્મદ રિઝવાન જ્યારે બીમાર પડ્યો ત્યારે પીસીબીની મેડિકલ ટીમે કેવી રીતે દિવસ-રાત કામ કર્યું હતું.

T20 વર્લ્ડ કપ માટેની પાકિસ્તાનની ટીમ

  • બાબર આઝમ (કેપ્ટન)
  • શાદાબ ખાન,
  • આસિફ અલી
  • હૈદર અલી
  • હરિસ રઉફ
  • ઈફ્તિખાર અહેમદ
  • ખુશદિલ શાહ
  • મોહમ્મદ હસનૈન
  • મોહમ્મદ નવાઝ
  • મોહમ્મદ રિઝવાન
  • મોહમ્મદ વસીમ જુનિયર
  • નસીમ શાહ
  • શાહીન શાહ આફ્રિદી
  • શાન મસૂદ
  • ઉસ્માન કાદિર