મુલાકાત/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે,જાણો કાર્યક્રમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28 થી 30 ઓક્ટોબર સુધી ગુજરાતની મુલાકાતે આવશે,.આજે બપોરે રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર પહોચશે

Top Stories Gujarat
ramnath રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે,જાણો કાર્યક્રમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28 થી 30 ઓક્ટોબર સુધી ગુજરાતની મુલાકાતે આવશે,.આજે બપોરે રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર પહોચશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કેટલાક લાભાર્થીઓને મકાનની ચાવી આપશે અને સંત મોરારી બાપુને મળશે.

રાજ્ય સરકારના પ્રવક્તા વાઘાણીએ જણાવ્યું કે, સાંજે રાષ્ટ્રપતિ કોવિંદ ગાંધીનગરના રાજભવન ખાતે ‘હાઈ ટી’ દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશોને મળશે. રાષ્ટ્રપતિ 29 ઓક્ટોબરે અમદાવાદથી હવાઈ માર્ગે ભાવનગર પહોંચશે અને ત્યાંથી તેઓ મોરારી બાપુના મૂળ ગામ તલગાજરડા જવા રવાના થશે.

રાષ્ટ્રપતિએ ભાવનગર જિલ્લાના મહુવા શહેર નજીક સ્થિત મોરારી બાપુના આશ્રમ ચિત્રકૂટધામની પણ મુલાકાત લેવાનું આયોજન કર્યું છે. સાંજે, રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગર શહેરમાં પરત ફરશે જ્યાં તેઓ મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ EWS કેટેગરીના લોકો માટે બાંધવામાં આવેલા 1,088 મકાનોની ચાવી તેમના માલિકોને સોંપવાના જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.

રાષ્ટ્રપતિ 5 લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે તેમના મકાનની ચાવીઓ આપશે. તે જ સ્થળે, રાજ્ય સરકારના અધિકારીઓ મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ ચાલી રહેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર રાષ્ટ્રપતિને પ્રેઝન્ટેશન આપશે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગરમાં રાત્રિ રોકાણ કરશે અને 30 ઓક્ટોબરે સવારે નવી દિલ્હી જવા રવાના થશે