ગુજરાત/ સુરતમાં લૂન્સના ખાતાના કામ કરતા કર્મચારીને વીજ કરંટ લાગતા મોત

સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. ક્યારેક આગ લાગવાની તો ક્યારેક કામદાર સાથે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવતી હોય છે.

Top Stories Gujarat Surat
વીજ કરંટ

@અમિત રૂપાપરા 

સુરતના પાંડેસરાના બમરોલીમાં લૂમ્સના ખાતામાં કામ કરતા કર્મચારીને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું. આ ઘટનાને લઇ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તો બીજી તરફ કામદારને કરંટ લાગ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે.

સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. ક્યારેક આગ લાગવાની તો ક્યારેક કામદાર સાથે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા ભમરોલી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલમાં લુમ્સના ખાતામાં કામ કરતા એક કર્મચારીને ફરજ દરમ્યાન વીજ કરંટ લાગ્યો હોવાના કારણે તેનું મોત થયું હતું. આ કર્મચારીનું નામ દીપક પાટીલ હોવાનું સામે આવ્યું છે અને તેની ઉંમર 34થી 35 વર્ષ છે. દીપક પાટીલ પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવાજી નગરમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે.

દિપક ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીમાં આવેલા 85 86 નંબરના ખાતામાં કામ કરતો હતો. આ ઘટનાને લઈને સાની કોઈ પોલીસને માહિતી પોલીસ કાપલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇ અકસ્માતનું ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ આકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે દીપક જ્યારે લુમ્સના ખાતામાં કામ કરતો હોય છે ત્યારે પાવર પ્લગ સાથે એટેચ ઇસ્ત્રીને તે હાથમાં લે છે. ઇસ્ત્રી હાથમાં લેતાની સાથે જ દિપકને વીજ કરંટ લાગે છે અને આ બાબતે જ્યારે દિપક સાથે કામ કરતા સહ કર્મચારીઓને માહિતી મળે છે એટલે તરત જ આ કર્મચારી બોર્ડની સ્વીચ બંધ કરી દેશે અને ત્યારબાદ દીપક લુમ્સના મશીન પર જ ઢળી પડે છે.

આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

આ પણ વાંચો:રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા

આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે