Business/ મુકેશ અંબાણીના ખિસ્સામાં વધુ એક કંપની, ચોકલેટ બિઝનેસમાં થઈ એન્ટ્રી

આ ખરીદી રિલાયન્સ રિટેલની સબસિડિયરી રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. આ ડીલ 74 કરોડ રૂપિયામાં થઈ છે…

Top Stories Business
Mukesh Ambani New Business

Mukesh Ambani New Business: મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની પેટાકંપનીએ લોટસ ચોકલેટ્સમાં 51 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ ખરીદી રિલાયન્સ રિટેલની સબસિડિયરી રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. આ ડીલ 74 કરોડ રૂપિયામાં થઈ છે.

રિલાયન્સ રિટેલે જણાવ્યું કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ લોટસના 65,48,935 ઇક્વિટી શેર હસ્તગત કરશે, જે કંપનીના હાલના પ્રમોટર અને પ્રમોટર જૂથનો 51% હિસ્સો છે. આ ડીલ 113 રૂપિયા પ્રતિ શેરના ભાવે કરવામાં આવી છે, જેની કુલ રકમ 74 કરોડ રૂપિયા છે. કંપનીએ લોટસના જાહેર શેરધારકોને 26 ટકાની ઓપન ઓફરની પણ જાહેરાત કરી છે. આ હેઠળ, લોટસના 33,38,673 ઇક્વિટી શેર હસ્તગત કરવામાં આવશે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું કે અમે લોટસની અનુભવી મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવા આતુર છીએ. અમે બિઝનેસનો વિસ્તાર કરીશું અને તેને આગળ લઈ જઈશું. તો લોટસના સ્થાપક-પ્રમોટર અભિજિત પાઇએ કહ્યું કે અમે રિલાયન્સ સાથે જોડાણ કરીને ખુશ છીએ. આ રોકાણ દ્વારા અમે રિલાયન્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરીશું.

આ સમાચાર વચ્ચે ગુરુવારે લોટસ ચોકલેટના શેરમાં અપર સર્કિટ લાગી હતી. ટ્રેડિંગના અંતે BSE ઇન્ડેક્સ પર લોટસ ચોકલેટ્સના શેરની કિંમત રૂ. 117.10 હતી. તે રૂ. 150 કરોડની માર્કેટ કેપ સાથે નાની કેપ કંપની છે.

આ પણ વાંચો: Corona Virus/ચીન સહિત 6 દેશોમાંથી આવતા મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ જરૂરી, સ્વાસ્થ્ય મંત્રીએ ફાર્માસ્યુટિકલ