Not Set/ અમેરિકાની અભૂતપૂર્વ સફળતા, સ્પેસએક્સે એક સાથે લોન્ચ કર્યા ૬૪ ઉપગ્રહ

અમેરિકામાં સ્પેસએક્સના ફાલ્કન રોકેટની મદદથી એક સાથે ૬૪ ઉપગ્રહ લોન્ચ કર્યા છે.અમેરિકાનો અત્યાર સુધીનો આ અનોખો રેકોર્ડ છે. અમેરિકાના અરબપતિ એલન મસ્કની કંપનીએ સોમવારે ૬૪ ઉપગ્રહ લોન્ચ કરીને અનોક્જો રેકોર્ડ બનાવ્યો છે. ત્રણ વખત રીસાઇકલડ બુસ્ટરનો ઉપયોગ કેઈને રોકેટને લોન્ચ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે એલન મસ્કની કંપની સ્પેસએક્સ એક અનોખા કામ પર […]

Top Stories World Trending Tech & Auto
f spacex a 20181205 અમેરિકાની અભૂતપૂર્વ સફળતા, સ્પેસએક્સે એક સાથે લોન્ચ કર્યા ૬૪ ઉપગ્રહ

અમેરિકામાં સ્પેસએક્સના ફાલ્કન રોકેટની મદદથી એક સાથે ૬૪ ઉપગ્રહ લોન્ચ કર્યા છે.અમેરિકાનો અત્યાર સુધીનો આ અનોખો રેકોર્ડ છે.

અમેરિકાના અરબપતિ એલન મસ્કની કંપનીએ સોમવારે ૬૪ ઉપગ્રહ લોન્ચ કરીને અનોક્જો રેકોર્ડ બનાવ્યો છે.

ત્રણ વખત રીસાઇકલડ બુસ્ટરનો ઉપયોગ કેઈને રોકેટને લોન્ચ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે એલન મસ્કની કંપની સ્પેસએક્સ એક અનોખા કામ પર વધારે મહત્વ આપે છે. એક જ રોકેટને વારંવાર ઉપયોગમાં લેવાની દિશામાં તેની કંપની કામ કરી રહી છે.

કેલીફોર્નીયામાં આવેલી સ્પેસએક્સ કંપનીએ ૩૦થી પણ વધારે બુસ્ટર ધરતી પર પાછા બોલાવ્યા છે અને તેનો પુનઃપ્રયોગ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે કંપનીઓ લાખો-કરોડોની કિંમતમાં બનેલા રોકેટ દરિયામાં કચરામાં ફેંકી દે છે. આ રોકેટ એ ભંગાર થઇ જાય છે.