શાઓમીએ દિવાળી વિથ એમઆઈ 2018 એડિશનની ઘોષણા કરી દીધી છે. આ સેલનું આયોજન 23 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી શાઓમીની અધિકારીક વેબસાઈટ પર કરવામાં આવશે. સેલ દરમિયાન કંપની પોતાના સ્માર્ટફોન્સ, સ્માર્ટ ટીવી વગેરે પર લિમિટેડ પિરિયડ ડિસ્કાઉન્ટ, કેશબેક અને કુપન આપશે.
સાથે જ શાઓમીનો 1 રૂપિયાવાળો સેલ પણ આ જ સમયગાળામાં શરુ થશે. જોકે, આ વખતે પણ સ્ટોક લિમિટેડ જ રહેશે. સેલમાં મળવાવાળી કેટલીક ઓફરની વાત કરીએ તો, શાઓમીનો પોપ્યુલર Redmi Note 5 Pro 2000 રૂપિયાની છૂટ સાથે 12,999 રૂપિયાની કિંમતે મળશે.
કેટલાક ટીવી મોડલની વાત કરીએ, તો Mi LED TV 4A 43 ઇંચ મોડલ 1000 રૂપિયાના ઘટાડા સાથે 21,999 રૂપિયામાં મળશે. બીજી પ્રોડક્ટ્સ પર પણ કેટલાક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ઉપરાંત Redmi Note 5 Pro અથવા Poco F1 ની ખરીદી પર ગ્રાહકોને 500 રૂપિયા પેટીએમ વોલેટ કેશબેક આપવામાં આવશે.