Not Set/ GSTR-3B રિટર્ન ફાઈલ કરવાની મુદતને 25 ઓક્ટોબર સુધી લંબાવાઈ

નવી દિલ્હી: ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર મહિના માટે GSTR-3B  (જીએસટીઆર-૩બી) વેચાણ રિટર્ન દાખલ કરવાની આખરી તારીખને વધુ પાંચ દિવસ માટે લંબાવીને તા. ૨૫ ઓક્ટોબર કરવામાં આવી છે. આ સાથે જ જુલાઇ-૨૦૧૭થી માર્ચ-૨૦૧૮ના સમયગાળા માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ક્લેઇમ કરનારા વેપારીઓ પણ તા. ૨૫ ઓક્ટોબર સુધી પોતાનો ક્લેઇમ કરી શકશે. સીબીઆઇસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ […]

Top Stories Trending Business
GSTR-3B filing deadline extended till 25th October

નવી દિલ્હી: ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર મહિના માટે GSTR-3B  (જીએસટીઆર-૩બી) વેચાણ રિટર્ન દાખલ કરવાની આખરી તારીખને વધુ પાંચ દિવસ માટે લંબાવીને તા. ૨૫ ઓક્ટોબર કરવામાં આવી છે. આ સાથે જ જુલાઇ-૨૦૧૭થી માર્ચ-૨૦૧૮ના સમયગાળા માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ક્લેઇમ કરનારા વેપારીઓ પણ તા. ૨૫ ઓક્ટોબર સુધી પોતાનો ક્લેઇમ કરી શકશે.

સીબીઆઇસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેપારીઓ અને ઉદ્યોગોએ જીએસટી હેઠળ જુલાઇ-૨૦૧૭થી માર્ચ-૨૦૧૮ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ક્લેઇમ કરવાની અંતિમ તારીખ ૨૦ ઓક્ટોબર હોવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

વેપારીઓની ચિંતાને ધ્યાનમાં લઇને સીબીઆઇસી દ્વારા જીએસટીઆર-૩ બી રિટર્ન ભરવાની છેલ્લી તારીખની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત હવે મુદતને લંબાવીને તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૧૮ કરવામાં આ‍વી છે. જો કે, વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીને પત્ર લખીને જીએસટી પોર્ટલમાં આવી રહેલી મુશ્કેલીઓને ટાંકીને રિટર્ન ફાઇલિંગની ડેડલાઇનને હજુ વધુ સમય સુધી લંબાવવા માટેની માગણી કરવામાં આવી છે.

કેટે તેના પત્રમાં જણાવ્યું છે કે, જીએસટીઆર-૩બી રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા હજુ વધુ લંબાવીને ૩૧ ડિસેમ્બર સુધીની કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, જીએસટી પોર્ટલમાં આવી રહેલી ટેકનિકલ મુશ્કેલીઓના કારણે સમયમર્યાદા વધારવા માટે અમે અપીલ કરીએ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગલા મહિનાનું જીએસટીઆર-૩બી રિટર્ન તેનાથી આગળના મહિનાની ૨૦ તારીખ સુધી ફાઇલ કરવાનું હોય છે. નાણાં મંત્રાલય દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે કરદાતાઓ તાજેતરમાં જ જૂની ટેક્સ સિસ્ટમમાંથી નવી જીએસટી સિસ્ટમમાં સામેલ થયા છે તેમના માટે જુલાઇ-માર્ચ-૨૦૧૭-૧૮ માટે ઇનપુટ ક્રેડિટ લેવાની આખરી તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ અથવા વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ, એ બેમાંથી જે પહેલી હોય તે છે.