Twitter/ ટ્વિટરમાં મોટો ફેરફાર, PM મોદી, અમિત શાહ સહિત અનેક લોકોના એકાઉન્ટમાંથી બ્લુ ટિક ‘ગાયબ’

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલના ખાતામાંથી પણ બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે.

Top Stories India
ટ્વિટર

એલોન મસ્ક ટ્વિટર પર ઘણા ફેરફારો કરી રહ્યા છે. તેઓએ તાજેતરમાં ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન ફીચર બહાર પાડ્યું છે. આ સિવાય ટિક પણ ત્રણ કલરમાં આપવામાં આવી રહી છે. પહેલા માત્ર બ્લુ ટિક આપવામાં આવતી હતી. આ પરિવર્તનની અસર આજથી જોવા મળી રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે.

જો કે, તેનો અર્થ એ નથી કે તેનું એકાઉન્ટ વેરિફાઈડ નથી. તેમના નામની આગળ હવે ગ્રે કલરની ટીક દેખાવા લાગી છે. એકાઉન્ટ હેન્ડલની નીચે ગ્રે કલરમાં ભારત સરકારના અધિકારીનું ટેગ પણ દેખાય છે. આ ફેરફાર નવી વેરિફિકેશન સિસ્ટમ હેઠળ કરવામાં આવી રહ્યો છે.

અમિત શાહના એકાઉન્ટની બાજુમાં ગ્રે ટિક

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલના ખાતામાંથી પણ બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે. હવે તમે તેમના નામની બાજુમાં ગ્રે કલરનું ટિક જોશો. કંપનીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે ગ્રે ટિક માત્ર સરકાર સાથે જોડાયેલા લોકોને જ આપવામાં આવશે.

જોકે, અત્યારે રાજ્યોના મુખ્યમંત્રીને ગ્રે ટિક આપવામાં આવી રહી નથી. ભારતમાં વિપક્ષના નેતાઓની સામે ગ્રે ટિક હશે કે કેમ તે પણ સ્પષ્ટ નથી. કંપનીએ ગયા અઠવાડિયે તેની પોલિસી બદલી. આ કારણે બિઝનેસ એકાઉન્ટને ગોલ્ડ ટિક આપવામાં આવી રહી છે. જ્યારે બ્લુ ટિક સબસ્ક્રિપ્શન લેવા પર સરકારના એકાઉન્ટ ગ્રે અને સામાન્ય વપરાશકર્તાઓને આપવામાં આવશે. કંપની ધીમે ધીમે આ ફીચરને રોલઆઉટ કરી રહી છે. એટલે કે આવનારા સમયમાં અન્ય એકાઉન્ટસમાં ગ્રે ટિક દેખાવા લાગશે.

લોકોએ પોલમાં કહ્યું ‘ગેટ આઉટ’

તાજેતરમાં એલોન મસ્કે એક મતદાનનું આયોજન કર્યું હતું. આમાં તેણે પૂછ્યું હતું કે શું તેણે ટ્વિટર હેડનું પદ છોડવું જોઈએ. જેના જવાબમાં મોટાભાગના લોકોએ હા પાડી હતી. આ મતદાનમાં 17 મિલિયનથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પરંતુ, તેઓ નવા મતદાન કરાવવાનું વિચારી રહ્યા છે.

તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. એક યુઝરે તેમને લખ્યું કે માત્ર બ્લુ સબસ્ક્રાઈબર્સને જ કંપનીની પોલિસી અંગે મત આપવાનો અધિકાર હોવો જોઈએ. તેને એક સારો વિચાર ગણાવતા તેમણે કહ્યું કે તે ટૂંક સમયમાં તેનો અમલ કરશે. કંપનીએ પેઇડ સર્વિસ પણ રજૂ કરી છે. આની મદદથી તમે પૈસા ચૂકવીને ટ્વિટર પર બ્લુ ટિક મેળવી શકો છો. જોકે, કંપનીએ ભારતમાં તેની કિંમત અંગે સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ, આવનારા સમયમાં તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તેની કિંમત 999 રૂપિયા હોઈ શકે છે.

આ પણ વાંચો:શ્રદ્ધા વોકર મર્ડર કેસથી લઈને ક્રાઈમના આ 5 સમાચાર જેણે લોકોને હચમચાવી દીધા

આ પણ વાંચો: AAP પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની ધરપકડ, ટ્વીટ કરીને કહ્યું; નવી સરકાર…

આ પણ વાંચો:પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી જેકલીન ફર્નાન્ડીઝ, ઠગ સુકેશ ચંદ્રેશખર પણ રહ્યો હાજર