થાઇલેન્ડમાં થામ લુઆંગ કેવ ખાતે જુનિયર ફુટબોલ ટીમને ફસાવા અને જીવન-મૃત્યુ વચ્ચે 17 દિવસ સુધીની લડત પર 5 થી વધુ ફિલ્મો બનાવવામાં આવશે. થાઇલેન્ડ સરકારે ફિલ્મ નિર્માણ માટે પરવાનગી આપી દીધી છે. થાઇલેન્ડના સાંસ્કૃતિક પ્રધાન વીરા રોઝજેનેટે આ નિવેદન બહાર પાડ્યું હતું કે વાઈલ્ડ બોર અને તેના કોચની બચાવની સ્ટોરી પર ટૂંકી ફિલ્મ અને દસ્તાવેજી પણ બનાવવામાં આવશે.
રેસ્ક્યૂ મિશન પર બનવા જય રહેલી ફિલ્મનો અંદાજીત ખર્ચ લગભગ 30 થી 60 મિલિયન ડોલર (રૂ. 412 કરોડ) હોવાનો અંદાજ છે. થાઇલેન્ડનાં પ્યોર ફ્લિક્સ સ્ટુડિયોના સીઈઓ અને સહ સંસ્થાપક મિશેલ સ્કોટે જણાવ્યું હતું કે તેમની પત્ની સાર્જન્ટ સમન કુનનની મિત્ર હતી. સમન રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન માર્યા ગયા હતા.
પ્યોર ફ્લિક્સ સ્ટુડિયોએ પ્રસિદ્ધ ફિલ્મ “ગોડ્સ નો ડેડ” પણ બનવી છે, લોસ એંજલ્સની ઇન્વાહો પિક્ચર્સ, ચાઇનીઝ અમેરિકન ફિલ્મ નિર્માતા જ્હોન એમ. ચૂએ પણ રેસ્ક્યૂ મિશન પર ફિલ્મ બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ રીતે, થાઈ કેવ રેસ્ક્યુ મિશન પર છ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવી રહ્યા છે.