Not Set/ સુપ્રીમ કોર્ટનો આદેશ, એક્સ IPS ઓફિસર સંજીવ ભટ્ટના ગેરકાનુની ઘરને તોડવાની કામગીરી શરૂ

અમદાવાદ સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસ ઓફિસર હતા જેમને વર્ષ ૨૦૧૫માં ડ્યુટી પરથી બરતરફ કરી નાખવામાં આવ્યા હતા. તેઓ સૌની નજરમાં ત્યારે આવ્યા હતા જયારે એમણે ૨૦૦૨માં થયેલા દંગાને લઈને નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે મોદી ,જે એ સમયના ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા અને તેઓ દંગાના ભાગીદાર હતા.જેને લઈને તેઓ ઘણી ચર્ચાઓમાં રહ્યા હતા. […]

Top Stories Ahmedabad Gujarat Trending
pic 20 સુપ્રીમ કોર્ટનો આદેશ, એક્સ IPS ઓફિસર સંજીવ ભટ્ટના ગેરકાનુની ઘરને તોડવાની કામગીરી શરૂ

અમદાવાદ

સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસ ઓફિસર હતા જેમને વર્ષ ૨૦૧૫માં ડ્યુટી પરથી બરતરફ કરી નાખવામાં આવ્યા હતા. તેઓ સૌની નજરમાં ત્યારે આવ્યા હતા જયારે એમણે ૨૦૦૨માં થયેલા દંગાને લઈને નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે મોદી ,જે એ સમયના ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા અને તેઓ દંગાના ભાગીદાર હતા.જેને લઈને તેઓ ઘણી ચર્ચાઓમાં રહ્યા હતા.

સંજીવ ભટ્ટ દ્વારા કરાયેલી અપીલને નકારતા આજે સુપ્રીમ કોર્ટે અમદાવાદ મ્યુનીશીપલ કોર્પોરેશનને તેમના ઘરના ગેરકાનૂની બાંધકામને પડી નાખવા માટે મંજુરી આપી છે અને કોર્ટે કહ્યું હતું કે, ‘ પહેલા તમે અમારી પાસે આવ્યા હતા. અમે તમને બચાવ્યા હતા. અમે આખી વાતની તપાસ કરી હતી. બરતરફ કરવામાં આવે છે.’

pic 22 સુપ્રીમ કોર્ટનો આદેશ, એક્સ IPS ઓફિસર સંજીવ ભટ્ટના ગેરકાનુની ઘરને તોડવાની કામગીરી શરૂ

સંજીવ ભટ્ટ સામે ફરિયાદ તેમનાં પાડોશી પ્રવિણચંદ્ર પટેલ દ્વારા હાઈકોર્ટમાં ૨૦૧૨માં કરવામાં આવી હતી અને એમણે વિનંતી કરી હતી કે એમનાં બંગ્લામાં જે ગેરકાયદેસર બાંધકામ છે એમના પ્લોટની બાજુમાં એને ધરાશાયી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટે સંજીવ ભટ્ટની પત્નીની ડીમોલીશન વિરુદ્ધની અપીલને નામંજૂર કરી હતી.

pic 21 સુપ્રીમ કોર્ટનો આદેશ, એક્સ IPS ઓફિસર સંજીવ ભટ્ટના ગેરકાનુની ઘરને તોડવાની કામગીરી શરૂ

વર્ષ ૨૦૧૧માં તેઓને પોતાની ઓફિસિયલ કારનો ગેરફાયદો લેવા માટે અને એક કોન્ટેબલને ધમકી આપવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ૨૦૧૫માં તેઓને બરતરફ કરી દેવામાં આવ્યા હતા. હાઈ કોર્ટે તેમની અપીલને નામંજુર કરી તેમના ઘરના અમુક ગેરકાનૂની બાંધકામને પડી નાખવા હુકમ કર્યો છે.