માધવપુરનો મેળો/ આજે મંડપ રોપાયા, શ્રીકૃષ્ણની જાન જોડાશે અને રુકમણીજીને માનથી લવાશે

ગુજરાતમાં યોજાતા તરણેતરનો મેળો , ભવનાથનો મેળો , કાત્યોકનો મેળો , માધવપુરનો મેળો , ગોળ ગધેડાનો મેળો જેવા અનેક મેળાઓ વિદેશમાં લોકપ્રિય બન્યા છે.

Trending Dharma & Bhakti Navratri 2022
મેળો

મેળો એ ગુજરાતની આગવી ઓળખ છે. લોક જીવનનો ઉમંગ, ઉત્સાહ, લોકસંસ્કૃતિની રંગીન કલાત્મકતાનો આનંદ મેળામાં જોવા મળે છે. ગુજરાતી લેખક રમેશ પારેખ લખે છે. “ આ મનપંચામના મેળામાં સૌ જાત લઇને આવ્યા છે.” કોઇ આવ્યા છે સપનુ લઇને કોઇ રાત લઇને આવ્યા છે. સહિત્ય અને સિનેમામાં પણ મેળો ના માધ્યમથી પ્રેમ,કરૂણ, રોદ્ર સહિત જુદા-જુદા માવરસનુ નિરૂપણ કરાયુ છે.

ગુજરાતમાં યોજાતા તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, કાત્યોકનો મેળો, માધવપુરનો મેળો, ગોળ ગધેડાનો મેળો જેવા અનેક પ્રાચીન મેળાઓ તથા પતંગ મહોત્સવ, રણોત્સવ, તાના-રીરી મહોત્સવ, નવરાત્રિ, કાકરીયા કાર્નિવલ જેવા ગુજરાતના  લોકોત્સવો દેશ વિદેશમાં લોકપ્રિય બન્યા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવામાં મેળાઓ-લોકોત્સવોનું અનેરૂ મહત્વ છે. મેળા એ માનવ પ્રેમનું પ્રતીક છે. મેળાઓ-લોકોત્સવો લોકોને આપસમાં જોડવાનું કામ કરે છે.

પોરબંદર જિલ્લામાં આવેલુ માધવપુરનુ સ્થળ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રી કૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રી કૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.

કોરોનાની સ્થિતિના કારણે  મેળાઓ-લોકોત્સવો સારી રીતે ઉજવાયા ન હતા . પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે. કોરોના પ્રતિરોધક રસીના ડોઝથી ફરી મન મોર બની થનગનાટ કરવા આતુર છે. માધવપુરનો મેળો માત્ર મેળો નથી પણ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. વિકાસના પથ પર અગ્રેસર ગુજરાત રાજ્યએ આધુનિકતાની સાથો-સાથ આપણી પરંપરાઓ અને સંસ્કૃતિની પણ સુપેરે જાળવણી કરીને તેને આધુનિકતાની સાથે જોડવાનુ કાર્ય કર્યુ છે. આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરી મેળા-લોકોત્સવને આર્થિક પ્રગતિમાં જોડીને ગુજરાત સરકારે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વર્ગને પણ પ્રોત્સાહિત કરીને પ્રવાસન ઉધોગને બળ પુરુ પાડ્યુ છે. મેળામાં લોકો દર્શન કરે, વેપાર કરે, ખરીદી કરે, કલાકારો કલા-નૃત્ય કરે, પરંપરાગત વ્યવસાયને ઉતેજન મળે, જુદા-જુદા પ્રાદેશિક વિસ્તારોની ખાણીપીણી, પહેરવેશ, કલા વગેરેને મેળામા સ્ટોલ માટે જગ્યા ફાળવીને ગુજરાત સરકારે એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયાસો કર્યા છે.

મેળામાં હૈયે હૈયુ હરખાતુ હોય છે. તરણેતરનો મેળો યુવાઓનો મેળો છે. ભવનાથનો મેળો ભક્તિ ભજન અને આ માધવપુરનો મેળો પવિત્ર દાંપત્ય યુગલ, ભાતીગળ સંસ્કૃતિ સાથે ભગવાનનો પ્રસંગ ઊજવવાનો પવિત્ર મેળો છે. કૃષ્ણ-રૂકમણીના મિલાપ સ્થળ માધવપુર પણ ભગવાનના પવિત્ર વિવાહ લગ્નનુ સાક્ષી છે.

સૈારાષ્ટ્રના દરિયા કાઠે પોરબંદર નજીક માધવપુર ખાતે વર્ષોથી યોજાતા ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ પર્વ પ્રસંગે યોજાતા પરંપરાગત મેળામા ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એક ભારત,શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતી કૃતિઓ/ મલ્ટી મીડિયા શો, વગેરે સહિતના આકર્ષણ સાથે મેળાનું આયોજન કરાયુ છે.

રામ નવમીના પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારશના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનુ ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે. જેને વર્ણાગી કહેવામામ આવે છે. આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે ૯ કલાકે નીજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇ રાત્રે ૧૨ કલાકે નીજ મંદિરે પરત ફરે છે. ચૈત્રસુદ બારસે વિવાહ ઉત્સવ યોજાય છે. રુકમણીજી ઉત્તર ભારતના હતા. માટે આ પ્રસંગે ઉત્તર-પુર્વના ૮ જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામા ઉપસ્થિત રહેશે. પોરબંદર નજીક આવેલ કડછ ગામના લોકો વાજતે ગાજતે ધ્રજા લઇને લગ્નનુ  મામેરૂ પુરવા આવે છે. આ દ્રશ્યો જોવા એ પણ એક અવસર છે. ઓઝત, ભાદર અને મધુવંતિ નદીના ત્રિવેણી સંગમ તથા અરબી સમુદ્રના કાઠે આવેલા પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર એવા માધવપુર ખાતે રુકમણી મઠથી શ્રી કૃષ્ણનુ સામૈયુ કરવામાં આવે છે. અને સાંજે ભગવાન કૃષ્ણની જાનનુ પ્રયાણ થાય છે. મધુવનમા જાન આવે છે. અને કન્યા પક્ષ દ્રારા જાનનુ સ્વાગત કરી લગ્નની વિધિ યોજાય છે. અને ચૈત્ર સુદ તેરસના દિવસે વહેલી સવારે જાન વિદાય આપવામાં આવે છે.

આમ ભગવાનશ્રી કૃષ્ણ તથા રુકમણીજીના શાસ્ત્રોકત વિધિ મુજબના લગ્ન યોજાય છે. ભગવાનના આ લગ્નમાં ઉપસ્થિત રહેવુ એ એક લ્હાવો છે.

જુઓ આ પણ: સુરેન્દ્રનગરમાં સગીરાના ફોટા સાથે છેડછાડ કરી અપલોડ કરાતા માથાકૂટ

જુઓ આ પણ: શ્રીનગરમાં NITના 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

જુઓ આ પણ: PM મોદીએ દેશવાસીઓને પાઠવી રામ નવમીની શુભેચ્છા

જુઓ આ પણ: ઇન્ડિયન નેશનલ ફૂડ ખીચડી બની ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનના રસોડાની મહેમાન