Not Set/ આંધ્રપ્રદેશ, તેલંગાણા બાદ હવે મમતા બેનર્જીએ ઘટાડ્યો વેટ, તો ગુજરાત સરકારે કરી આ સ્પષ્ટતા

ગાંધીનગર, છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોની વાત કરવામાં તો આ ભાવવધારા એ તમામ રેકોર્ડ તોડ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળ વાસીઓને રાહત આપતા તેલની કિંમતોમાં ૧ રૂપિયાનો ઘટાડો કરવાની ઘોષણા કરી છે. TDP સરકાર દ્વારા ૨ રૂપિયા પ્રતિ […]

India Trending
mamata 1514990531 આંધ્રપ્રદેશ, તેલંગાણા બાદ હવે મમતા બેનર્જીએ ઘટાડ્યો વેટ, તો ગુજરાત સરકારે કરી આ સ્પષ્ટતા

ગાંધીનગર,

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોની વાત કરવામાં તો આ ભાવવધારા એ તમામ રેકોર્ડ તોડ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળ વાસીઓને રાહત આપતા તેલની કિંમતોમાં ૧ રૂપિયાનો ઘટાડો કરવાની ઘોષણા કરી છે.

petrol bizz May 21 1 આંધ્રપ્રદેશ, તેલંગાણા બાદ હવે મમતા બેનર્જીએ ઘટાડ્યો વેટ, તો ગુજરાત સરકારે કરી આ સ્પષ્ટતા
NATIONAL-petrol-diesel-price-cut-off-1-ruppee-per-litre-west-bengal-mamata-banerjee-bjp-gujarat goverment andhra pradesh and telangana

TDP સરકાર દ્વારા ૨ રૂપિયા પ્રતિ લીટરની અપાઈ હતી રાહત

આ પહેલા સોમવારે જ કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધના દિવસે જ આંધ્રપ્રદેશની TDP સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લીટરની રાહત આપવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો.

વસુંધરા સરકાર દ્વારા ઘટાડવામાં આવ્યો ૪ ટકા વેટ

TH19 MD IQBAL RG523F94FH3jpgjpg 1 આંધ્રપ્રદેશ, તેલંગાણા બાદ હવે મમતા બેનર્જીએ ઘટાડ્યો વેટ, તો ગુજરાત સરકારે કરી આ સ્પષ્ટતા
NATIONAL-petrol-diesel-price-cut-off-1-ruppee-per-litre-west-bengal-mamata-banerjee-bjp-gujarat goverment andhra pradesh and telangana

આંધ્રપ્રદેશ ઉપરાંત ચાલુ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ શાસિત રાજસ્થાનની વસુંધરા સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ૪ ટકા વેટ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં વેટ ઘટવાની આશા નહીવત : નીતિન પટેલ

બીજી બાજુ ગુજરાતની જનતાને વિજય રુપાણી સરકાર પાસેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા અંગેની આશા હતી, પરંતુ મંગળવારે આ આશાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે.

Dy. CM Nitin Patel આંધ્રપ્રદેશ, તેલંગાણા બાદ હવે મમતા બેનર્જીએ ઘટાડ્યો વેટ, તો ગુજરાત સરકારે કરી આ સ્પષ્ટતા
NATIONAL-petrol-diesel-price-cut-off-1-ruppee-per-litre-west-bengal-mamata-banerjee-bjp-gujarat goverment andhra pradesh and telangana

મંગળવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતા વેટમાં ઘટાડો થવાની આશા નહીવત છે.

નીતિને પટેલે કહ્યું હતું કે, “રાજ્ય સરકાર દ્વારા આ પહેલા જ પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. હવે વેટમાં ઘટાડો કરવાની સંભાવના નહીવત છે”.

તેઓએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વસૂલાતા વેટ અંગે જણાવતા જણાવ્યું હતું કે, દેશભરમાં ગુજરાત રાજ્યમાં જ ૨૦ ટકા ટેક્સ વસૂલાય છે, જયારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આ વેટ ૨૫ થી ૩૦ ટકા છે.