Covid-19/ દેશમાં રિકવરી રેટનાં ગ્રાફમાં વધારો, છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા નોંધાયા કેસ

છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં COVID-19 નાં 24,712 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોરોનાવાયરસ સંક્રમણની કુલ સંખ્યા વધીને 1,01,23,778 થઈ ગઈ છે. ….

Top Stories India
zzas 123 દેશમાં રિકવરી રેટનાં ગ્રાફમાં વધારો, છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા નોંધાયા કેસ

છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં COVID-19 નાં 24,712 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોરોનાવાયરસ સંક્રમણની કુલ સંખ્યા વધીને 1,01,23,778 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 312 લોકો કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધી આ રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 01,46,756 પર પહોંચી ગઈ છે.

આ રોગચાળાનો રાષ્ટ્રવ્યાપી રિકવરી દર 95.74% નોંધાયા છે, જ્યારે દેશમાં સક્રિય દર્દીઓનું પ્રમાણ 2.8% નોંધાયું છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 2,83,849 છે. વળી દેશમાં પોઝિટિવિટી રેટમાં સુધારો જોવા મળી રહ્યો છે. નવો પોઝિટિવિટી રેટ 2.37% નોંધાયો છે. ગઈકાલે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 1 ટકાથી નીચે આવી ગયો છે.

દેશભરમાં Covid-19 થી મૃત્યુ દર ઘટીને 1.44% પર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં આ રોગચાળાને કારણે 312 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 29,791 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. એટલે કે, નવા ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઠીક થયેલા દર્દીઓની સંખ્યા કરતા ઓછી છે. અત્યાર સુધીમાં દેશમાં ઠીક થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 96,93,173 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 10,39,645 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 16,53,08,366 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે.

Covid-19 / નવો કોરોના સ્ટ્રેન અત્યંત ખતરનાક, ક્યારે આવ્યો અને ક્યાં-ક્ય…

Covid-19 / સલામ છે માસિક ધર્મ દરમિયાન પણ કલાકો સુધી PPE કીટ પહેરીને ફરજ…

Covid-19 / US માં રસીકરણ શરૂ, જાણો કેટલા લોકોને અપાયો પ્રથમ ડોઝ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો