કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને તાજેતરનાં સાંસદ રાહુલ ગાંધી ખેડૂત આંદોલનનાં સમર્થનમાં ગુરુવારે એટલે કે આજનાં રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. આ ઉપરાંત રાહુલ ગાંધી આજે સવારે 10.45 વાગ્યે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરશે. ખેડૂતોનાં આંદોલનને લઇને રાહુલ ગાંધી PM મોદી પર છેલ્લા ઘણા સમયથી શાંબ્દિક હુમલો કરતા આવ્યા છે.
આજે ફરી એકવાર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોનાં આંદોલનને સમર્થન કરતા લોકોને અન્નદાતાઓનો સાથ આપવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી પોતાના ટ્વીટમાં લખ્યુ કે, ભારતનાં ખેડૂતો આવી ત્રાસદીને ટાળવા માટે કૃષિ વિરોધી કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. આ સત્યાગ્રહમાં, આપણે બધાએ દેશનાં અન્નદાતાને ટેકો આપવાનો રહેશે.
આપને જણાવી દઇએ કે, આજે રાહુલ ગાંધી ખેડૂત આંદોલનનાં સમર્થનમાં આજે સવારે 10.45 વાગ્યે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરશે. આ સમય દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસનાં અન્ય નેતાઓ અને સાંસદો સાથે જોડાશે. આ પછી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસનાં અન્ય સાંસદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે અને તેમને બે કરોડનાં હસ્તાક્ષર સાથે મેમોરેન્ડમ રજૂ કરશે.
Covid-19 / US માં રસીકરણ શરૂ, જાણો કેટલા લોકોને અપાયો પ્રથમ ડોઝ…
Farmer protest / ખેડૂત સંગઠનો સાથે સરકાર ટૂંક સમયમાં સમાધાન માટે વાત કરશે : ન…
Political / જમ્મુ-કાશ્મીરમાં 278 સીટ ઉપરના પરિણામો જાહેર, ગુપકાર સંગઠનનો…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…